________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
વચનામૃત.
તેના છું એમ પુનઃ પુનઃ માને છે. શત્રુ ઉપર દ્વેષ કરે છે અને મિત્ર ઉપર પ્રીતિ કરે છે. પણ તત્ત્વથી વિચારતાં આભાના કોઈ શત્રુ પણ નથી અને ફ્રાઈ મિત્ર પણ નથી. પુદ્ગલદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન છે. પુદ્ગલ દ્રવ્યના જડ સ્વભાવ છે અને આત્મદ્રવ્યનો જ્ઞાનાદિ સ્વભાવ છે. તત્ત્વથી વિચારતાં જડ વસ્તુ ઉપર આત્મદ્રવ્ય અહંભાવ ધારણ કરે તે કેવું અજ્ઞાન ? જે મહાત્માઓ સિદ્ધિપદ્મ પામ્યા છે તે પુદ્ગલ ઉપરથી મમતામાવ ઉતાર્યાથી પામ્યા છે. અને જે જીવા ચાર ગતિમાં ભટકે છે તે પુદ્ગલ વસ્તુને “મારી માનવાથી ” ભટકે છે.
સાનું, રૂપું વગેરેની વૃદ્ધિથી જે થવા હું મેટા છું અને મારા સમાન કાઇ નથી એમ મનમાં ધારે છે તે જીવા ભૂલ કરે છે.
રાગ, દ્વેષ, અદેખાઇ, મમતા, નિંદા, સવનું ઉત્પત્તિ સ્થાન પુદ્ગલ વસ્તુ છે. પુદ્ગલને પોતાનું જે ભળ્યા માનતા નથી તેને કાના ઉપર રાગ થાય? અને કઈ વસ્તુ ઉપર દ્વેષ થાય? પોતે મનમાં વિચારે હું કાના ઉપર દેષ કરૂં ? જે વસ્તુ ઉપર દ્વેષ કરૂં છું તે વસ્તુ પુદ્દગલ છે કે ચૈતન્ય છે એમ વિચારતાં આત્મા, બાળ પ્રવૃત્તિથી શાંત પડશે. અને તેને વિચાર થશે કે અહા સંસારમાં હું કેટલી ભૂલ કરૂં છું?
શું પુત્રા મારૂં ભલું કરવાના છે ? કપિ નહીં. કોઇ કોઇનું ભલું કરવા સમર્થ નથી. શું ત્યારે આ દેખાતું ધર, સ્ત્રીઓ, હવેલીઓ, દુકાના કુટુંબ પરીવાર ભરતી વખતે સાથે આવશે ? કાપિ નહીં આવે. આત્મા એકલા પર્ગતિમાં જશે, અને એકલા પરમતિમાં સુખ ભોગવશે. આ દેખાતી વસ્તુઆમાંથી કોઇ વસ્તુ સાથે આવતાર નથી. આ સંસાર અસાર છે. તે દિવસને હું ધન્ય માનીશ કે જ્યારે હું વૈરાગ્ય ભાવે સંસાર ત્યાગી, આત્મ સ્વભાવમાં રમીશ. તે દિવસને હું ધન્ય માનીશ કે, જ્યારે આત્મતત્ત્વની પ્રાપ્તિમાં મા ચિત્ત લાગશે. આ સંસારમાં કેવલ દુઃખના પ્રાગ્માર છે. ફક્ત એક આત્મહિત કરવું તેજ સાર છે. આત્મા હવે કેમ આળસ કરે છે ? શું સસારમાં અમર રહેવાની છું? તારી પરમત્રમાં શી ગતિ થશે? શ્વેત ચેતાજી છૂપાયા રેલ. તું માંથી આવ્યા અને માં જશે તે વિચાર. આયુષ્ય સમયે સમયે ધટે છે. ધર્મ ધર્મ .
પરમાત્મા સદૃશ અંતરાત્મા જાણે છે કે હું અરૂપી છું, અજર છું, અવિનાશી છું, અખંડ છું, અનાદિ છું, અતંતસુખમય છું, શરીર, મન, લેશ્યા, વાણી તે થકી હું ભિન્ન છું. છતાં પણ અનાદિકાળથી ચેતન પરભાવયેાગે ભૂલ કરે છે, ભાગ્યેજ આત્માને ભતા ભય લાગતા હશે. પદ્મ
For Private And Personal Use Only