________________
‘હકારી
. *
I
જ્ઞાનપ્રાપ્તિ માટે જેમ વિનય
અનિવાર્ય છે, તેમ ચાઅિધર્મના પરિષદ પાલનમાં પરિષહોને સમતાપૂર્વક
સહન કરવાનું આવશ્યક છે.
ભગવાને મોક્ષમાર્ગના સાધકોને બાવીશ પરિષદો સહન કરવાની આ બીજા અધ્યયનમાં પ્રેરણા આપી છે. ભગવાને એક એક પરિષદનું સ્વરૂપ બતાવ્યું છે અને પરિષહ આવે તો કેવી રીતે, અર્થાત્ કષ્ટ-આપત્તિ આવે ત્યારે કેવી રીતે સમતાભાવ જાળવવો તે પણ સમજાવ્યું છે. પરિષહો બે પ્રકારના બતાવ્યા છે-પ્રતિકૂળ અને અનુકૂળ.
“કષ્ટો સહેતા રહો ! સહન કરે તે સાધુ ! એવું સૂત્ર ભગવાને આ અધ્યયનમાં આપ્યું છે. ભૂખ તરસ, અપમાન, માર વગેરે સમતાભાવથી સહેતા રહો. કષ્ટમાં દુઃખ ન માનો, પણ કર્મક્ષયનો અમૂલ્ય અવસર માનો !'
આ અધ્યયન સાધુ સાધ્વીઓને સુખ સુવિધાઓથી દૂર રહેવાની પ્રેરણા આપે છે, જીવનને સહનશીલ બનાવવાનો ઉપદેશ આપે છે. અડતાલીશ ગાથાઓમાં સાધુસાધ્વીને મક્કમતાપૂર્વક પરિષહોને સહન કરવાનું પ્રોત્સાહન અપાયું છે.