Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 15
________________ [12] ઠપકે નહીં આપતા બીજાઓને તેની આશાતના ન કરવાનું કહેનાર ભગવાનને અપકાયની વિરાધનામાં અનુમતિ આપનાર કઈ રીતે કહી શકાય ? ! ગજસુકુમાળને સ્મશાનમાં કાર્યોત્સર્ગ કરવાની છૂટ આપનાર તેમનાથ ભગવાનને સોમીલ સસરાએ કરેલા મસ્તફદાહના ઉપસર્ગની પીડામાં અનુમતિ આપનારા કઈ રીતે ગણું શકાય ? ! જે અહીં માત્ર નિર્જરા–અનુકુળ પ્રવૃત્તિ અંશમાં જ અનુમતિ હોવાનું સમાધાન કરીએ તે દ્રવ્યસ્તવમાં પણ નિર્જરા-અનુકુળ પ્રવૃત્તિની જ અનુમોદના કરાતી હોવાથી કંઈ દેખ રહેતો નથી. (જુઓ પૃ. ૬૮) દ્વિવ્યસ્તવમાં વિરાધનાને કઈ દોષ નથી] દ્રવ્યસ્તવમાં થતી અપકાયાદિની વિરાધનાને હિંસારૂપ જણાવી ત્યાજય ગણવનાર મતને અહીં પાપિકમત જણાવ્યું છે. કારણ કે સંયમ માટે સાધુને નદી ઊતરવી પડે ત્યારે અપકાયની વિરાધના થતી હોવા છતાંય કોઈ જ મૂર્તિપૂજ વિરોધીઓએ તેને હિંસાત્મક પ્રવૃત્તિ કહેવાની હામ ભીડી નથી. સ્થાનાંગ આદિ સૂત્રમાં નદી ઊતરવા માટે સ્પષ્ટ અનુજ્ઞા છે. (પૃ. ૭૧-૭૨) વર્તમાનકાળમાં હજારો પુષ્પોની અંગરચનાના સમયે હિંસા...હિંસા...ને હેબાળો મચાવી મૂકનારા અજ્ઞાની કટાર લેખકને ઉપાધ્યાયજીની આ સચેટ દલીલ ગળે ઊતરશે કે કેમ એ તે શંકિત જ છે. પરંતુ વર્તમાનકાળે ગમે તેવા (રાંયમી મુનિ) કે દૃઢધમ શ્રાવક પણ પિતાના સાધુધર્મ કે શ્રાવકધર્મની આરાધના વેળાએ સ્થાવરકારની હિંસાથી અલિપ્ત રહેતા હોય એવું છાતી ઠોકીને સિદ્ધ કરી શકે તેમ છે જ નહીં, તે પછી સર્ભાવપષક અને ભાવોલ્લાસવર્ધક અંગરચના વગેરેને કેમ હિંસા અને વિરાધનાના નામે વખોડતા હશે એ તો એમનું અંતર તપાસીએ તે જ જાણી શકાય ! [મુનિઓને દ્રવ્યસ્તવની અનુમોદના આવશ્યક] વ્યસ્તવની અનુમોદના જે સાધુઓને કરવાની હોય તે પછી મુનિઓ સાક્ષાત્ કવ્યસ્તવ કરવા બેસી જાય તે શું વાંધે ?' આવી શંકાને વજુદ વગરની જણાવી છે કારણકે મુનિઓ ભાવસ્તારૂઢ હેવાથી તેઓ દ્રવ્યસ્તવાન્તર્ગત શુભભાવની અનુમોદના કરી પોતાના શુભ ભાવો પુષ્ટ કરે છે–એટલે સાક્ષાત દ્રવ્યસ્તવ કરવાની તેમને જરૂર જ નથી, તેમજ અધિકાર પણ નથી, કારણકે તેઓને સર્વસાવદરના પચ્ચકખાણ છે. તે પછી શ્રાવકે પણ માત્ર ભાવસ્તવ જ ચાલુ કરે અને દ્રવ્યસ્તવ છોડી દે તે શું વાંધે ' આવી પણ દલીલને અહીં અવકાશ નથી કારણકે જે શ્રાવકે સંસારત્યાગ કરી સર્વસાવદ્યયેગને ત્યાગ કરી મુનિઓની જેમ જ કેવળ ભાવસ્તારૂઢ થઈ જાય તો એ ઇષ્ટ જ છે પણ બધા શ્રાવકે માટે એ શકય જ નથી–અને મુનિપણું લીધા વિના કેવળ ભાવસ્તવમાં સ્થિરતા રહેવી એ અતિદુષ્કર છે એટલે બાવાના બે ય બગડ્યા” જેવી દશા થાય એના કરતાં તે દ્રવ્યસ્તવના પ્રશસ્ત માધ્યમથી ભાવસ્તવમાં સ્થિર થવા પ્રયત્નશીલ રહે એ જ ડહાપણ ભરેલું છે. દ્વિવ્યસ્તવના ઉપદેશની પદ્ધતિ દ્રવ્યતવ મુનિઓ સાક્ષાત તે ન કરે પરંતુ બીજાઓને તે કરવાનો ઉપદેશ આપી શકે કે નહીં? આ એક સરસ વિચારણીય મુદ્દો ગાથા ૩૬થી રજૂ કર્યો છે. આ મુદ્દાની છણાવટનો મુખ્ય સૂર તે એ જ છે કે સાધુથી તું તાજ ફૂલ લઈ આવ....પાણીને કળશ ભરી લાવ...દીવો પેટાવ..ધૂપ સળગાવ.” વગેરે પૂજામાં સાક્ષાત પ્રવર્તક વચને બેલાય નહીં, કારણકે સાધુઓને આજ્ઞાપની ભાષામાં બેલવાને નિષેધ છે. પ્રજ્ઞાપની ભાષા વિહિત છે. એટલે સાધુઓ ગૃહ સમક્ષ દ્રવ્યસ્તવના શુભ ફળનું જ વર્ણન કરે, શ્રેતાઓ ફલાથી હોવાથી સ્વયં દ્રવ્યસ્તવમાં પ્રવૃત્ત થાય. દેવોએ જયારે નાકે દેખાડવા માટે ભગવાન મહાવીરની સમવસરણમાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 382