Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 16
________________ [13] અનુમતિ માંગી ત્યારે દેવો માટે દ્રવ્યસ્વરૂપ નાટક પ્રભુને ઈષ્ટ હોવા છતાં ભગવાને સાક્ષાત પ્રવર્તક કે અનુમતિસૂચક “યથાસુખ' શબ્દપ્રયોગ ન કર્યો, નિષેધ પણ ન કર્યો. આ સંદર્ભમાં “યથાસુખ' શબ્દને અર્થ પણ સ્પષ્ટ થઈ જાય છે. જે કાર્યમાં સાક્ષાત પર પ્રવૃત્તિ ઈષ્ટ હેય તે કાર્યમાં અનુમતિને સૂચવવા “યથાસુખં' શબ્દ પ્રયોગ થાય. અન્યત્ર ન થાય. દા.ત. સંયમ હણમાં અનુમતિ આપતી વખતે ભગવાને “યથાસુખ” પ્રયોગ કરેલ. (જુઓ પૃ. ૮૪) જે મુનિઓ મુનિપાની મર્યાદા બહાર જઈ, વજસ્વામી મહારાજે પુષ્પપૂજને સર્વથા ઉચ્છદ ન થાય એ માટે લબ્ધિ દ્વારા અન્યત્ર જઈ ઢગલાબંધ પુ લાવવાની કરેલી પ્રવૃત્તિને ઓઠા તરીકે પકડીને યં વ્યસ્તવમાં પ્રવૃત્તિ કરતા થઈ ગયા છે તેવાઓને ભગ્નપરિણમીરૂપે ઓળખાવવામાં આવ્યા છે. તાત્પર્ય, મુનિઓ માટે દ્રવ્યસ્તવમાં સ્વયં પ્રવૃત્તિ કર્તવ્યરૂપ નથી અને તેમાં વજીસ્વામીનું દૃષ્ટાન્ત અનુકરણીય પણ નથી. . [અપ્રધાન દ્રાજ્ઞા અનુદનીય નહી] અહી ધ્યાનમાં રાખવાગ્ય બાબત એ છે કે અનુમોદના ભાવાજ્ઞા અને પ્રધાનદ્રવ્યાણા બેની જ થાય. અપ્રધાન દ્રવ્યાના એ અનુમોદનીય નથી. દ્રવ્ય અને ભાવની ચતુર્ભગી કરીએ તો દ્રવ્યશન્ય ભાવ અને ભાવશૂન્ય દ્રવ્ય આ બેમાં સૂર્યપ્રકાશ અને ખદ્યોતપ્રભા જેટલું અંતર દર્શાવવામાં આવ્યું છે. અર્થાત દ્રવ્યશૂન્યભાવ મહેરછાપ વિનાની સુવર્ણ મહેર છે તે ભાવશૂન્ય દ્રવ્ય મહેરછાપવાળુ ફૂટ દ્રવ્ય એટલે કે બેટારૂપિયા જેવું છે. આ રીતે ભાવાજ્ઞાનું તે પુષ્કળી મહત્ત્વ છે. આ ભાવાજ્ઞાને પ્રારંભ સદષ્ટિથી માંડીને માનવામાં આવ્યું છે. તે પૂવે નહીં. અહીં ખૂબ જ ભારપૂર્વક દર્શાવ્યું છે કે વાસ્તવમાં સન્માર્ગ પ્રવૃત્તિ એ જ આત્માના સ્વભાવરૂપ છે. જયારે ઉભાગ પ્રવૃત્તિ મિથ્યાત્વાદિકમજનિત છે. “સન્માર્ગ પ્રવૃત્તિ સ્વભાવરૂપ હેય તે ગુણસ્થાનકના ક્રમની વ્યવસ્થા કેમ ઘટે ? આવી શંકાનું જ્ઞાનનયને અવલમ્બનથી સમાધાન કર્યું છે. આ સમાધાનમાં એક વાત ખુબ સુંદર સ્પષ્ટ કરી છે કે જિનપ્રવચન સર્વનયાત્મક હોવા છતાં તે તે વિષયનું પ્રાધાન્ય દર્શાવવા માટે કઈ એક નાનું અવલમ્બન કરવામાં કઈ દેષ નથી. (જુઓ પૃ.. ૯૫-૯૬-૯૭), [શુદ્ધાજ્ઞા યોગથી વિઘો પર વિજય સન્માર્ગ પ્રવૃત્તિમાં વિન ન આવે એવું ભાગ્યે જ બને. કંટકવિત-જવરવિન–મેહવિન આ ત્રણ બાહ્ય દુષ્ટાતથી અધ્યાત્મ માર્ગમાં કેવા જઘન્ય-ઉત્કૃષ્ટ વિઇને આવે છે તે મેઘકુમાર-દહનસૂર અને અદ્દતના ઉદાહરણથી સારું સ્પષ્ટ કર્યું છે. “સારા કામમાં સો વિઘન” આ ઉક્તિ અનુસાર વિઘની સંભાવના ઉતકટ હોવાથી સાધકે સદા અપ્રમત્તભાવે શુદ્ધ આજ્ઞાગમાં વર્તવું જરૂરી છે. સાધકાત્મા જે એમાં સાવધાન હોય તો રુદ્રવિપાકી કર્મ પણ નિર્મળ બની જાય છે, ફળીભૂત થતું નથી. બાહ્યનિમિત્ત તુલ્ય હોવા છતાં એક વ્યક્તિ રોગ-ઉત્પત્તિના કારણે અંગે સાવધાની રાખે છે તો રોગથી બચી જાય છે જ્યારે અન્ય વ્યક્તિ રેગકારોનું જ સેવન કરે છે તો તે રેગથી ઘેરાય છે. જોકે નિશ્ચયનય અહીં નિમિત્તતુલ્યતા સ્વીકારવા તૈયાર નથી કિંતુ વ્યવહારનયથી નિમિત્તતુલ્યતાનું કથન ઉચિત છે. વ્યવહારનય પણ તત્વપ્રતિપત્તિનું મહત્વનું અંગ છે. તેના અવલંબને શુદ્ધાજ્ઞાગરૂપ, પુરુષાર્થથી અનિયતસ્વભાવના કર્મને ઉપક્રમ લાગી શકે છે. [પુરુષાર્થવાદ અને ભાગ્યવાદની ચર્ચા જૈનમતની આ વિશેષતા છે કે બાંધેલું દરેક કર્મ અવશ્ય ભોગવવું જ પડે એવો અહીં એકાંત નિયમ નથી. શિથિલબંધ અને દઢબંધ એમ બે રીતે કર્મ બંધાતું હોવાથી શિથિલબંધે બંધાયેલ કર્મ

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 382