Book Title: Updesh Rahasya
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 13
________________ [10] વિના શાસ્ત્રોના જટિલ અને ગંભીર પદાર્થોનું જ્ઞાન શકય નથી. આ માટે આચારાંગ-સૂત્રની સાક્ષીએ ગુરુકુળવાસનું ખૂબ જ મહત્તવ દર્શાવવામાં આવ્યું છે. સ્વછંદ યતિઓના ગુરુ પરતંત્રતા વિનાના કષ્ટભરપૂર આચરણને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે, કારણકે પરિણામની વક્રતા જ તેઓને સ્વછંદ બનવામાં પ્રેરતી હોય છે. હિતપ્રાપ્તિ માટે ઋજુ પરિણામ હોવો જોઈએ. આત્માના જુ પરિણામને પારખવા માટે નિસર્ગતઃ માર્થાનુસારીપણું, તત્ત્વશ્રદ્ધા, અખબાધ્યતા, ક્રિયામાં અપ્રમાદ, ગુણાનુરાગ અને શકયાનુષ્ઠાન-પ્રવૃત્તિ આ બધા લક્ષણો જણાવ્યા છે. (જુઓ પૃ. ૨૦-૨૧-૨૨) [એકાકી વિહાર સમીક્ષા ગુરુકુળવાસને વધારે પડતું મહત્વ આપવામાં એકાકી વિહારને સાવ ઉછેર થઈ જશે' આવી ડરામણી વાત સામે ઉપાધ્યાયજીએ ખૂબ જ નિર્ભયતા દર્શાવી છે. તેઓએ અનેક યુક્તિઓ-દલીલો અને શાસ્ત્રવચને ટાંકી ટાંકીને સ્પષ્ટ ઉદ્દઘોષ કર્યો છે કે ગીતાર્થને પણ સામાન્ય સંગોમાં એકલા વિચરવાની અનુજ્ઞા નથી તો અગીતાર્થની તે પછી વાત જ ક્યાં ? મેટા સમુદાય સાથે રહેવામાં કલેશ-કયા અને દોષિત ગોચરી વગેરેના બહાના કાઢીને સમુદાયથી અલગ પડી વિચરનારા સ્વછંદ યતિઓ સામે તેઓએ લાલબત્તી ધરી છે. એકાકીપણે અલગ વિચરવામાં તેના કરતાં પણ વધુ ખતરનાક દેષ (જુઓ પૃ. ૨૬) દર્શાવીને એકાકી વિહારની ઝાટકણી કાઢી છે. સ્વછંદ એકાકી વિહારનું સમર્થન કરવા માટે “ો વિ gવારું વિશ્વકનો વિકાસ કામે શ્રHકામ” આ દશવૈકાલીક ચૂલિકા સૂત્રનું એ પકડનારાઓને તે સૂત્રનું રહસ્યભૂત તાત્પર્ય તેઓએ ઘણો જ પ્રેમથી સમજાવતાં કહ્યું છે કે અત્યંત આપવાદિક સ્થિતિમાં ગીતાર્થને એકાકી વિચરવાની છૂટ આપવા સાથે એ જ સૂત્રમાં સૂત્રકારે ચેતવણીના પણ સૂર કાઢ્યા છે કે “જે જે એમાં કયાંક કોઈ ગુપ્ત પાપ પેસી ન જાય કે કામસંગ અર્થાત વિષય આકર્ષણ સ્પશ ન જાય. ગુરુકુલવાસત્યાગીને હું જે કરું છું તે આજ્ઞા મુજબનું છે એવું સંવેદન થતું હોય તે તે સ્પષ્ટ મિથ્યાભિમાન હોવાનું જણાવ્યું છે. કપરા કાળમાં અત્યંતકુશીલ સાથે રહેવાને પ્રસંગે ઉપસ્થિત . હેય અથવા સંયમ દુરારાધ્ય હોય ત્યારે જ એકલા વિહાર કરવાની છૂટ છે એ સ્પષ્ટતા સરસ કરી છે. (જુઓ પૃ. ૩૧), " [સૂત્ર-અર્થ ઉભયનું પ્રામાણ્યો એકાકી વિહાર સૂચક ઉત્તરાધ્યયન સૂત્રગાથા ઉપર વિસ્તારથી ચર્ચા-છણાવટ કરવા ઉપર જ્યારે કોઈ અકળાઈને કહે છે કે સીધા સાદા અર્થવાળા સૂત્રને કેમ આવુ ચુંથવામાં આવે છે ત્યારે એના ઉત્તરમાં ઉપાધ્યાયજીએ નવો મુદ્દો ઉપાડ છે–કે માત્ર સૂત્ર જ પ્રમાણે છે કે સૂત્ર–અર્થ ઉર્યા પ્રમાણે છે ? એકલા સૂત્રને તે કોઈ કાળે પ્રમાણુ માની શકાય જ નહીં કારણકે શબ્દથી પરસ્પર વિરોધી ભાસે એવા બે સૂત્રમાંથી કોને પ્રમાણ કરવું એ મોટો સવાલ ઊભો થાય ! સામાન્ય સ્વમતિકપિત અર્થ માત્રને પ્રમાણ કરવામાં પણ બીજા અનેક સૂત્રોના અર્થ સાથે ઘર્ષણ ઊભું થાય. એટલે ઉપાધ્યાયજી મહારાજે સિદ્ધાન્ત તારવીને દર્શાવ્યું છે કે સુવિહિત આચાર્યનિમિત નિર્યુક્તિ-ચૂર્ણિ-ભાષ્ય આદિ સમગ્ર વિવરણ ગ્રન્થોને પરસ્પર સંવાદથી સૂત્રને જે અર્થ ફલિત થાય તે અર્થ અને તેનું સૂચક સૂત્ર, ઉમય પ્રમાણ છે–કેવળસૂત્ર પ્રમાણ નથી કે સ્વમતિકપિત અર્થ પણ પ્રમાણ નથી. પુરુષ અને પડછાયો જેમ એક બીજાને સંલગ્ન છે તેમ સૂત્ર અને અર્થ પણ એકબીજાને સંલગ્ન જ છે. પ્રિધાન–અપ્રધાન દ્રવ્યચારિત્રની સ્પષ્ટતા] સ્ત્ર વિહારમાં દેશારાધકતા કેમ નહીં ?–આ શંકાનું સમાધાન તેઓનું ચારિત્ર દ્રવ્યચારિત્રરૂપ ગણીને કર્યું છે. આ પ્રસંગે દ્રવ્ય શબ્દના અપ્રધાન અને પ્રધાન એવા બે અર્થ ઉપર વિસ્તારથી વિચાર કરવામાં

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 382