Book Title: Udayswamitvam Author(s): Gunratnasuri, Yashratnavijay Publisher: Jingun Aradhak Trust View full book textPage 5
________________ * આશીર્વચનમ્ કર્મસાહિત્યના વિષયની ‘ઉદયસ્વામિત્વ’ નામની એક સુંદર કૃતિનું નિર્માણ થયું છે, જેમાં ૬૨ માર્ગણામાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેનું નિરૂપણ છે... આ ગ્રંથના પદાર્થો, સંક્ષેપમાં સરળતાથી મળી શકે અને પદાર્થોપસ્થિતિ માટે સુગમતા રહે, એ ઉદ્દેશથી મુનિરાજશ્રી યશ૨ત્નવિજયજીને સંક્ષિપ્તપદાર્થસંગ્રહ માટે પ્રેરણા કરી... તેઓશ્રીએ ખૂબ જ સુંદરતાથી કાર્ય પૂર્ણ કર્યું. આ ગ્રંથની ગાથા પર જ સંસ્કૃતવૃત્તિ અને તેના પર સંસ્કૃત વિવરણ સાથે સુંદર પ્રકાશન પણ તૈયાર કર્યું છે... તેમની ગુરુભક્તિ-શ્રુતભક્તિ બદલ ધન્યવાદ આપું છું અને આ રીતે અનેક કૃતિઓના સર્જન-સંપાદનાદિ દ્વારા જિનશાસનના સેવક બને, શ્રુતના ઉપાસક બને, આત્માના સાધક બને એવા અંતરના આશીર્વાદ આપું છું... આ ગ્રંથના પરિશીલન દ્વા૨ા સહુ કોઈ આત્મકલ્યાણ સાધે એ જ મંગલકામના... ૬. આચાર્ય વિજય ગુણરત્નસૂરિ... આચાર્ય વિજય રશ્મિરત્નસૂરિ.. * ઉદયસ્વામિત્વ વિશે પ્રકાશિત સાહિત્ય (૧) ઉદયસ્વામિત્વ ગ્રંથ પરની સંસ્કૃતવૃત્તિ અને સુંદર સંસ્કૃત વિવરણ સાથે (૨) ઉદયસ્વામિત્વ-સવિવેચન (ગાથા, ગાથાર્થ અને સુવિસ્તૃત ભાવાનુવાદ zua...) (૩) પ્રસ્તુત પુસ્તિકા (ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ) Jain Education International For Personal Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74