________________
* આશીર્વચનમ્
કર્મસાહિત્યના વિષયની ‘ઉદયસ્વામિત્વ’ નામની એક સુંદર કૃતિનું નિર્માણ થયું છે, જેમાં ૬૨ માર્ગણામાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય, તેનું નિરૂપણ છે...
આ ગ્રંથના પદાર્થો, સંક્ષેપમાં સરળતાથી મળી શકે અને પદાર્થોપસ્થિતિ માટે સુગમતા રહે, એ ઉદ્દેશથી મુનિરાજશ્રી યશ૨ત્નવિજયજીને સંક્ષિપ્તપદાર્થસંગ્રહ માટે પ્રેરણા કરી... તેઓશ્રીએ ખૂબ જ સુંદરતાથી કાર્ય પૂર્ણ કર્યું.
આ ગ્રંથની ગાથા પર જ સંસ્કૃતવૃત્તિ અને તેના પર સંસ્કૃત વિવરણ સાથે સુંદર પ્રકાશન પણ તૈયાર કર્યું છે...
તેમની ગુરુભક્તિ-શ્રુતભક્તિ બદલ ધન્યવાદ આપું છું અને આ રીતે અનેક કૃતિઓના સર્જન-સંપાદનાદિ દ્વારા જિનશાસનના સેવક બને, શ્રુતના ઉપાસક બને, આત્માના સાધક બને એવા અંતરના આશીર્વાદ આપું છું... આ ગ્રંથના પરિશીલન દ્વા૨ા સહુ કોઈ આત્મકલ્યાણ સાધે એ જ મંગલકામના...
૬.
આચાર્ય વિજય ગુણરત્નસૂરિ... આચાર્ય વિજય રશ્મિરત્નસૂરિ..
* ઉદયસ્વામિત્વ વિશે પ્રકાશિત સાહિત્ય
(૧) ઉદયસ્વામિત્વ ગ્રંથ પરની સંસ્કૃતવૃત્તિ અને સુંદર સંસ્કૃત વિવરણ સાથે (૨) ઉદયસ્વામિત્વ-સવિવેચન (ગાથા, ગાથાર્થ અને સુવિસ્તૃત ભાવાનુવાદ
zua...)
(૩) પ્રસ્તુત પુસ્તિકા (ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ)
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org