________________
* પ્રાસ્તાવિક જ
સમગ્ર સંસારનું મૂળકારણ;
મનમાં ઉત્પન્ન થતાં સંકલ્પ - વિકલ્પો! તેના શમનનો શ્રેષ્ઠ ઉપાય
મનને સ્વાધ્યાયમાં લયલીન કરી દેવું! કર્મસાહિત્યના ગ્રંથો, એકાગ્રતાપૂર્વકના સ્વાધ્યાયની એક સુંદર તક આપે છે... તેના અધ્યયન વખતે આત્મા અંતર્મુખતાની અનુભૂતિ કરે છે...
એ અનુભૂતિને અકબંધ રાખવા જ પ. પૂ. કર્મસાહિત્યનિષ્ણાત આ.ભ.શ્રી.વિ. પ્રેમસૂરીશ્વરજી મ. ના પ્રેરણા-માર્ગદર્શન-આશીર્વાદથી પ.પૂ. દીક્ષાદાનેશ્વરી આ.ભ.શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. દ્વારા ઉદયસ્વામિત્વ' નામની કર્મસાહિત્યની એક સુંદર કૃતિનું નિર્માણ કરાયું.
તેમાં બાસઠ માર્ગણાઓમાં કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓનો ઉદય હોય - તેનું સુવિશદ અને સુંદર શૈલીમાં નિરૂપણ છે.
પદાર્થોપસ્થિતિના ઈચ્છુક અભ્યાસુઓને એક ઉપહારરૂપ “ઉદયસ્વામિત્વ સંક્ષિપ્ત પદાર્થસંગ્રહ' નામની નાનકડી પુસ્તિકા...જેમાં ઉદયસ્વામિત્વના પદાર્થોનું સંક્ષેપમાં સુંદર સંકલન કરવામાં આવ્યું છે. તેનો સહુ કોઈ લાભ લે અને પરમધ્યેયને સાધે એવી શુભકામના સાથે વિરમું છું. અજ્ઞાનતાવશાત્ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો
સહૃદય ક્ષમાયાચના...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org