________________
ભાગ્યશાળીનું ભૂત આકશ ઘેરાયું છે. નવલખ ચાંદરણાંમાંથી એકેય કળાતું નથી. વાદળના થર પર થર જામ્યા છે. ગર્જનાઓ થાય છે. વાદળમાં વીજ ઝબૂકે છે, જાણે દેવતાઓ ગેડીદડે રમે છે.
મારવાડની લુખ્ખી ધરતી પર, ઘીથી મોંધું પાણી વરસે છે. જળ, જળ ને જળ.
ભૂખી ધરતી પાણી પડે, એવું પી જાય છે.
અડધી રાત ગઈ છે. જંગલનો ભાગ છે. ગામ તરફ જવાની કેડી અંધારી છે. ખાડાખડિયાનો પાર નથી. ગરમીથી અકળાયેલા સાપ આડા પડ્યા છે.
મેઘલી રાત છે.
આવે ટાણે ભૂતના સગા ભાઈ જેવો ઉદો કેડી પર ચાલ્યો આવે છે. એને ચત પણ સરખી છે, દિવસ પણ સરખો છે. માથે ઘીના ભર્યા ગાડવા છે. ગામપરગામથી તાજી તાવણનું ઘી ઉઘરાવીને એ ચાલ્યો આવે છે. ટૂંક પોતડીનો કાછડો ભીડ્યો છે.
ભાગ્યશાળીનું ભૂત ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org