Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 133
________________ ૧૯ અંતિમ ઇચ્છા વઢવાણ શહેરનું પાદર છે. પાલખી થંભી છે. અંદર સૂતા-સૂતા ઉદા મહેતાના જીવનની આખરી ઘડીઓ ગણાય છે. ચારે તરફ જુએ છે. “ઓ રહી ભગવાન મહાવીરની દેરી ! જય અહિંસાના શિરતાજ !” મહેતાજીને આટલું બોલતાંય થાક લાગ્યો. “ભાઈઓ ! કહેવાય છે કે મગધ-બિહારથી, વૈશાલી-ક્ષત્રિયકુંડથી ભગવાન અહીં આવ્યા હતા. કોઈ કહે છે કે નહોતા આવ્યા. આવ્યા હોય કે ન આવ્યા હોય. આપણે તો એના નામસ્મરણથી કમ. નામસ્મરણથી કલ્યાણ થાય.” મહેતાજી થોભ્યા. દેહના તમામ જખમમાંથી લોહી ચૂતું હતું. થોડી વારે એ બોલ્યા : વાહ મારા પ્રભુ ! વાહ તારી વાણી ! સંસાર સાગર છે. શરીર નાવ છે. જીવ નાવિક છે. એ નાવથી જેટલો સાગર ઓળંગાયો એટલો ફયો. નાવ જેટલી સતધરમથી હાંકી એટલો લાભ !” ૧૧૮ ઉદા મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138