Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 135
________________ તરફ મુનિની શોધ આદરી. થોડી વારમાં એક મુનિરાજને લઈને પાછા ફ્યુ. મંત્રીરાજે સૂતાં-સૂતાં હાથ જોડ્યા. મુનિરાજે ધર્મ-લાભ ાા. મુનિરાજ બોલ્યા : “મંત્રીરાજ! આ સંસારમાં કોઈ આપણું નથી, આપણે કોઈના નથી.” મંત્રીરાજે પડ્યા-પડ્યા ડોકું ધુણાવ્યું. આ જીવન તો નાટક છે. અનેક વેશ લીધા અને અનેક વેશ લઈશું.” હા ગુરુદેવ !' મંત્રીરાજ બોલ્યા. ‘વેશ ઓછા થાય એમ વર્તવું. ભવના ફેરા કપાઈ જાય તેવી ભાવના રાખવી.” “રાખુ છું.” અરિહંતનું સ્મરણ કરજો.” કરું છું.” સિદ્ધ સાધુનું સ્મરણ કરજો.” કરું છું. પેલું પદ સંભળાવો ઐસી દશા હો..” મુનિએ ગીત ઉપાડ્યું.. “ઐસી દશા હો ભગવનું, જબ પ્રાણ તનસે નિલે ! ગિરિરાજ દ્વિ છે છાયા, મનમેં ન હોવે માયા !” સાંભળતાં-સાંભળતાં મંત્રીરાજે માથું ઢાળી દિધું. છેલ્લો બોલ સંભળાયો, “હે અરિહંત !' ઉદા મહેતાનું પ્રાણપંખેરું સ્વર્ગના માળા તરફ ઊડી ગયું. વઢવાણથી મારતે ઘોડે ખેપિયો રવાના થયો. જ્યાં જ્યાં સમાચાર મળ્યા ત્યાં ત્યાં શોક પ્રકટ્યો. ભોગાવાના કંઠે ચિતા ખડકઈ. નકરી ચંદનની ચિતા ! થોડી વારમાં ઘવાયેલો દેહ ભસ્મીભૂત થઈ ગયો. ૧૨૦ ઉદા મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138