Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 134
________________ મહેતાજી વળી થોભ્યા. પણ આટલું બોલતા-બોલતાં મહામંત્રી નંખાઈ ગયા. શ્વાસની ધમણ ઊપડી. તરત વૈદ્યને બોલાવ્યા. સાથેના સરઘરોને બોલાવ્યા. સરદારો કુશળઅંતર પૂછવા લાગ્યા. વૈદ્ય સારવાર માટે આગળ વધ્યા. બધાને ત્યાં જ દૂર ઊભા રાખી ઉદા મહેતા બોલ્યા : હવે ઔષધ અરિહંતના નામનું અને વૈદ્ય મારી વિધાતા. થોડા વખતનો મહેમાન છું. જુઓ, મરવાનો અફ્સોસ નથી.દેહ તો સફળ થઈ ગયો. દેવ, ભૂમિ અને રાજાની સેવા કરતાં-કરતાં મોત મળે એનાથી રૂડું શું ?' ધન્ય છે અવતાર આપનો !” સહુ બોલ્યા. ખરેખર ! મને પણ મારો અવતાર સફળ લાગે છે. પણ મારા મનની ચાર વાત બાકી છે.” મહામંત્રી મહામહેનતે બોલ્યા. “ો, આપની શું ઇચ્છા છે ? અમે જરૂર પાર પાડીશું.” પહેલી ઇચ્છા શત્રુંજયતીર્થના ઉદ્ધારની ! ત્યાંના દેરાં લાકડાનાં છે. તે પાષાણનાં કરવાં.” બોલતા મહામંત્રી થોભ્યા. વળી, થોડી વારે હ્યું : હું લડાઈમાં આવતાં પહેલાં યાત્રાએ ગયેલો. ભગવાનની પૂજા કરતો હતો, ત્યારે એક ઉંદર ધવામાંથી સળગતી દિવેટ લઈને જતો જોયો. કઈ વાર ગફ્લત થઈ જાય તો લંક લાગી જાય. માટે દેશે પથ્થરનાં કરવાં.” “જરૂર આપના પુત્રો એ કામ કરશે.' સામંતોએ વચન આપ્યું. બીજી ઇચ્છા...' મંત્રીરાજ આગળ બોલ્યા : “ભરૂચના શકુનિક વિહારનો ઉદ્ધાર કરવો.” એ પણ પૂર્ણ કરાવીશું.” ત્રીજી ઇચ્છા. શત્રુંજય પર પાજ બાંધવાની, યાત્રાળુઓને સહેલાઈથી યાત્રા થઈ શકે.” એ પણ પૂર્ણ કરાવીશું.” છેલ્લી ઇચ્છા. કોઈ મુનિજનનાં દર્શન થઈ શકે તો.' હમણાં શોધી લાવીએ છીએ....' એમ કહી સામંતો બહાર નીકળ્યા. ચારે અંતિમ ઇચ્છા ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138