Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 132
________________ જોદ્ધાઓ ને એક તરફ એંશી વર્ષનો વૃદ્ધ વાણિયો, તોય ત્રાજવું, વાણિયા ! તારું નમ્યું !' યુદ્ધ તો આાશમાં અપ્સરાઓ જોવા આવે એવું બન્યું. ‘અલ્યા, પહેલાં આ વાણિયાને ઉપાડી લો. પછી બીજાને ભરી પીશું.' સોરઠી બંડખોરોએ પોાર ર્યો. આખું શત્રુદળ એકસામટું મહામંત્રી પર તૂટી પડ્યું. ચારે તરફ્થી એક જ નિશાન પર ઘા થવા લાગ્યા ! પણ વાહ રે મંત્રીરાજ ! શૂરવીરતાના મંદિર પર તમે આજ શિખર ચઢાવ્યું. આખું અંગ ચાળણીની જેમ વીંધાઈ ગયું. શરીર પરથી લોહીનાં ઝરણાં વહી રહ્યાં. માથું પડ્યું કે પડશે, એમ ડોલવા લાગ્યું. પણ પીછેહઠ કેવી ! ગુજરાતની સેનાને આ ડોસાએ ફરી ઉત્સાહી બનાવી. આભમાં દેવતાઓ જોવા આવે એવી લડાઈ જામી. સોરઠિયા જોદ્ધાનું જોર તૂટ્યું. એ વખતે તારવીને રાખેલી ગુજરાતની સેના મેઘન પર આવી. મહામંત્રીના આ વ્યૂહ હતા. થાકેલી ગુજરાતની સેનાને જોર મળ્યું ! થાકેલી સોરઠી સેનાની હિંમત તૂટી ગઈ. એક પળમાં વરસનું કામ થઈ ગયું ! લડાઈ જિતાઈ ગઈ. ગુજરાતનો જયજયકાર વર્તી ગયો. સોરઠિયા બંડખોરો નાઠા. કેટલાક શરણે આવ્યા. શરણે આવ્યા એને જીવંતાન આપ્યું. પણ હવે મહામંત્રીથી ઘોડા પર બેસાતું નહોતું. તેમને છાવણીમાં લાવવામાં આવ્યા. રાજવૈદ આવ્યા. જખમ બધા ધોયા, સાંધ્યા, દવા લગાડી. દેહમાં તો લાહ્ય લાગી હતી, પણ મોંમાંથી ચૂંકારો ક્યો ! ઉદ મહેતાએ ક્યું : ‘મને પાટણ ભેગો કરો. હવે દેહનો ભરોસો નથી. વિદાયની ઘડી આવી છે. ગુરુનાં અને રાજાજીનાં દર્શન કરવાં છે.' એજ તે, એક પાલખીમાં મહામંત્રીના ઘાયલ દેહને મૂક્યો, અને તાબડતોબ સહુ પાટણ તરફ ચાલ્યા. Jain Education International For Private & Personal Use Only શહાદત * ૧૧૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138