________________
એવો હોદ્દો મળે છે.
આમ
ફ્લાના કાફ્યા ચાલ્યા જાય છે.
આરાસુરમાં મા અંબામાતાનાં દર્શન ર્યાં. ગબ્બરની ટોચની યાત્રા કરી સહુ આગળ વધ્યાં. આબુ-અચલગઢના પહાડ આવ્યા. ત્યાં પ્રદક્ષિણા દીધી. દેલવાડાનાં દેરાં જોયાં. શું નક્કી ને શું કારીગરી ! પૂતળીઓ તો એવી છે, કે જાણે હમણાં બોલી કે બોલશે.
પાલનપુરની વાડીઓ આવી. વડાનાં વન આવ્યાં. બનાસનાં પાણી આવ્યાં. આગળ વધ્યાં ત્યાં સિદ્ધપુર આવ્યું. સરસ્વતી નદી આવી. રુદ્રમાળ આવ્યો. કાફ્સાએ સરસ્વતીમાં સ્નાન કર્યાં. અને સહુ વધ્યા આગળ. રસ્તે રસ્તે બંને બાજુ લીલાંછમ ખેતરો, ફ્ળ-ફૂલથી ઝૂક્તી વાડીઓ, રેંટ ખટૂંકતા ક્વાઓ, શાપૂરાના પાળિયા આવ્યા.
લીલીછમ વરિયાળીનાં વન આવ્યાં. શેરડીના વાઢ આવ્યા. આંબાવાડિયાંનો તો પાર નહિ. રાયણ, જાંબુ ને મહુડાનાં તો જંગલો મહેકે છે. ગામ પણ સારાં છે. માણસ પણ મળતાવડાં છે. આંખોમાં હેત છે. અંતરમાં આદરભાવ છે. અતિથિને તો ભગવાનનું રૂપ લેખે છે.
રૂડી ધર્મશાળાઓ છે. ભારે સાવ્રતો છે, મોટી પાંજરાપોળો છે. માણસ અને ઢોરને ખાવા-પીવાનો તો તૂટો જ નથી.
છાશ તો કોઈ વેચતું નથી. જેને જોઈએ એ શ્રેણી ભરી જાય છે. રોટલો કોઈ કોરો ખાતું નથી. દૂધ-ઘીની નદીઓ રેલાય છે. તાજાં શાક, તાજાં ફ્ળ-ફૂલ, જોઈએ એટલાં જળ અને જોઈએ એટલાં દૂધ-ઘી !
ઉદ્યને લાગ્યું કે સ્વર્ગ હોય તો અહીં છે.
ત્યાં તો સાબરનાં જળ આવ્યાં. બેય કાંઠે ચીભડાં અને તરબૂચની વાડીઓ છે. ખેડૂતોના ને-પગે સોનાનાં ઘરેણાં છે. મોં પર તેજ છે, ધીંગા ધોરી છે. અને આવ્યું ર્શાવતી !
શું નગર છે, ને શું ધરતી છે !
શું નગરનાં નર-નાર છે ને શું એમનાં ઘરબાર છે.
ટોડલે મેના-પોપટ છે. દરવાજે હાથી ઝૂલે છે. બબે ને ત્રણ-ત્રણ માળ છે. સુંદર નક્સીદાર ઝરોખા છે. ને ઝરોખામાં પદમણી નારીઓ ઊભી છે. ઊભી ૩૨ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org