________________
ત્રીજું મોટામાં મોટું બંદરગાહ!
અહીં કણ ન આવે ? કયા દેશના માણસો ન આવે ? અને આવે તેમાં સારા પણ આવે ને નંગ પણ આવે ! આ સહુને સંભાળી શકે એવો ખંભાતનો સૂબો જોઈએ, બંદરનો દંડનાયક મહાકુશળ જોઈએ, બળવાન પણ જોઈએ, અલવાળો પણ જોઈએ.
કળ વપરાતી હોય ત્યાં સુધી બળ ન વાપરવું. એવી ગુજરાતની નીતિનો એ જાણકાર હોવો ઘટે.
સવાલ એ થયો કે ખંભાતનો સૂબો કેને નીમવો ?
સહુની નજર ફરતી-ફરતી ઉદ્ય મહેતા પર ઠરી. ખંભાતની પચરંગી પ્રજાને સાચવી શકે, તો ઉદો મહેતો સાચવી શકે. કળ પણ એની પાસે છે, બળ પણ એની પાસે છે. વેરીને વહાલાં કરે તેવી શુભ છે. વખત જોઈને વર્તવાની દષ્ટિ . વળી, અણહકનું લેનાર નથી. કેઈનો હક ડુબાડનાર નથી.
ઉદ્ય મહેતાની સૂબા તરીકે નિમણૂક થઈ.
કર્ણાવતી છોડી એ ખંભાત આવ્યા. હોદ્દો સંભાળી લીધો. સરસ રીતે રાજકજ ચલાવવા લાગ્યા. થોડા વખતમાં તો ચારે તરફ એમની બોલબાલા થઈ
ગઈ.
વેપાર વધ્યો, વણજ વધ્યો. વહાણવટામાં ખંભાત આગળ આવ્યું.
સોલંકી રાજાઓની જલસેના અહીં રહેવા લાગી. ખંભાતના ધનથી સૌરાષ્ટ્ર અને લાટ પર પણ કબૂ રહેવા લાગ્યો. ધન-બળ એ મોટું બળ છે.
ખંભાત જાણીતું હતું જ, હવે તે જગતજાણીતું બન્યું. શાહસોઘગરો અહીં આવતા. વહાણવટીઓ અહીં આવતા. સાર્થવાહોની (સથવારા) પોઠો અહીં પડતી. ધર્મધુરંધરો અહીં આવતા.
જતિ-સતી, રાય-રંક, શેઠ-વાણોતર અહીં આવતા. ૬૦ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org