Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 116
________________ અને જરા ઊંચા થઈ મ્યાનમાંથી અડધી તલવાર બહાર કાઢી ને પાછી અંદર નાખી. એણે જાણે વધારામાં વગર કો ી દીધું, ગુજરાતને હું શ્રદ્ધાથી રક્ષીશ. હું તેજથી રક્ષીશ. હું તાકતથી રક્ષીશ. “જય સોમનાથ !” મંત્રીપરિષદે તરત પોતાનો નિર્ણય જાહેર ક્ય કુમારપાળ ગુજરાતના સિહાસનને શોભાવશે.' તરત જ રાજદરવાજા પર ચોઘડિયાં વાગવા લાગ્યાં. મંદિરોમાં પ્રાર્થના થવા લાગી. બંદીજનો જયજયકર બોલવા લાગ્યા. રાજપુરોહિતે આવીને કુમકુમ-તિલક કર્યું. મહારાજા કુમારપાળનો રાજ્યાભિષેક થયો. કુમારપાળે ગાદી પર બેસતાં જ જાહેર કર્યું, કે રાજાએ કદી પોતાના ઉપકરીને કે અપકરીને ભૂલવા ન જોઈએ. અપકારીને એક વાર ક્ષમા અને ઉપકરીને ઇનામ. રાજાએ પોતાના ઉપકારીઓને ઇનામ, જાગીર ને હોદ્દા આપવા માંડ્યા. એણે મહાન આચાર્ય હેમચંદ્રાચાર્યને ગુરુ તરીકે સ્થાપ્યા. ઉદા મહેતાને માઅમાત્ય બનાવ્યા. ઉદા મહેતાના પુત્ર વાહડને-વાગુભટને સેનાપતિ બનાવ્યો. માગુરુની વાણી ફળી. ઉદ્ય મહેતાનો પ્રયત્ન સફળ થયો. ગુજરાતની ગાદી પર સિદ્ધરાજ જેવો રાજવી આવ્યો. ગુરુવાણી ફળી ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138