Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 114
________________ એ ચાલ્યો ગયો હતો. વરસો વીતી ગયાં હતાં. જીવે છે કે મરી ગયો છે, તેનોય પત્તો નહોતો. પરિષદ પાસે તપાસવા જેવા બે યુવક હતા. પહેલા યુવકને મંત્રી પરિષદે બોલાવ્યો. એ યુવક આવ્યો, અને સિંહાસન પર બેઠો. પણ એની બેસવાની રીત ઈને ન ગમી. રીત ગ્રામ્ય લાગી. વળી, એણે સિંહાસન પર બેસીને મંત્રીપરિષદને હાથ જોડી પ્રણામ કર્યા. તરત મંત્રીપરિષદે જાહેર કર્યું, આ યુવક મહરાજ સિદ્ધરાજની પ્રતાપી ગાદીને યોગ્ય નથી. સિંહની ગાદી પર સિંહ જેવો ગર્જતો નર જોઈએ, નમતો નર નહિ !' બીજા યુવકને હાજર ર્યો. એ યુવક રોબંધ સિંહાસન પર બેસી ગયો. મંત્રીપરિષદે એ પછી પ્રશ્ન ક્ય. તમે રાજ કેવી રીતે ચલાવશો ?' “આપ બધા જે સલાહ અને હુક્મ આપશો તે રીતે !” યુવકે જવાબ વાળ્યો. મંત્રીપરિષદને આ જવાબ ન રુચ્યો. આવો રાજા તો પ્રધાનોના હાથમાં રમકડાના પૂતળાની જેમ રમે. સધરા જેસંગની તેજ પરંપરાને એ ન જાળવી શકે. પ્રતાપી રાજાના સ્થાને પ્રતાપી પુરુષ જ જોઈએ. ગુજરાતના તેજસ્વી ઝંડાને આગળ ધપાવનાર જોઈએ. આ વખતે એકાએક દરવાજા પાસે ધમાલ મચી રહી. હોહા થઈ. બોલાચાલી થતી જણાઈ. જોયું તો મહાસામંત કન્હડદેવ ગૌરવભરી ચાલે આવી રહ્યા છે. એમની આગળ એક રાજકુમાર ચાલે છે. એ રાજકુમારની ઉંમર તો છે પચાસ વર્ષની, પણ ચાલમાં હાથીનું ગૌરવ ગુરુવાણી ફળી ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138