Book Title: Uda Mehta
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 120
________________ લેતાં તો લીધું પણ બહાર જઈને એની રેવડી ખરીદી અને શેરીના છોાંઓને વહેંચી દીધી.’ મહાવત વાત કરતો થોભ્યો. ઉદા મહેતાએ ક્યું, ‘ભલા માણસ ! રાજા કંસ એમ પ્રજાને સુખ. ઓછા કરવેરા આવે.' મહાવત હે : ‘કરવેરા કરતાં કીર્તિની ચિંતા કરવી જોઈએ. આગળ વાત તો સાંભળો. ગવૈયાએ તો રાજાનું અને ગુજરાતનું નાક કાપ્યું. મહારાજાએ નારાજ થઈ ગવૈયાને દેશનિકાલ ર્યો. ગવૈયો બીજા રાજમાં ગયો. ત્યાંના રાજાને પોતાની ક્લાથી રીઝવ્યો. રાજાએ બે હાથી ઇનામમાં આપ્યા. એ બે હાથી લઈને ગવૈયો ફરી પાટણ આવ્યો. અને દરબારમાં હાજર થઈ બે હાથી રાજાને ભેટ આપ્યા. રાજાજીએ પણ વગર શરમે લઈ લીધા. હો, આમાં શું સારું દેખાયું ?' મહાવતના શબ્દોમાં ભાવ નહોતો, નવા રાજા તરફ્નો અણગમો હતો. મહેતાજી બોલ્યા : ‘ભાઈ ! રાજા કંસ સારો. એ વખતે મહારાજાએ શું ક્યું હતું, તે તું જાણે છે ?' ‘મને ખબર છે રાજાજીએ ક્યું કે પ્રજા આપે અને રાજા લે : એ તો આદિકાળથી ચાલતું આવ્યું છે. આ બધું પ્રજાનું જ છે ને !' રાજા પોતે ક્યાંથી લાવેલો ? પણ મહેતાજી !' આ જવાબ બરાબર છે ?' મહાવતે સામો સવાલ કર્યો. મહેતાજીએ જવાબ ન આપ્યો. એમનું ધ્યાન હાથીખાનામાંથી નીક્ળીને બહાર જતા માણસો પર હતું. એમાં અન્ય! માણસો હતા. રાજાના જૂના નોકરો પણ હતા. મહેતાજી આડીઅવળી વાત કરતા બહાર નીક્ળ્યા. ત્યાં તો સામેથી મહારાજ કુમારપાળ આવતા મળ્યા. મહારાજાએ મારવાડીનો વેશ સજ્યો હતો. અજબ વેશ ! મહામંત્રીને કંઈ હેવું ન પડ્યું. જાગતા રાજાને જમ પણ ન પહોંચે ! ભૂત જાગ્યાં ને ભાગ્યા × ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138