________________
બતાવું છું, જુઓ આ રહી ગુજરાતની સંસ્કારિતા સદેહે,' ગુરુદેવ આટલું બોલતાં ઊઠ્યા, અને અંદરના ખંડમાં ગયા. ગુરુદેવ જાદુમંતર તો કરવા માગતા નથી ને ? ઉદા મહેતાને એવો આભાસ થયો. પણ ત્યાં તો ગુરુજી અંદરથી પાંચ વર્ષના એક બાળકને લઈને બહાર આવ્યા.
ઉદ્ય મહેતાએ બાળને જોયો.
બીજની ચંદ્રરેખ જેવો બાળક લાગ્યો. તેનું કુંડાળું એના મો પર રમી રહ્યું છે.
“આ ગુજરાતની સંસ્કારિતા, આ ગુજરાતીનો પિતા, આ સાહિત્યનો અષ્ટા, જગતના મેદાનમાં ગુજરાતની ગરિમાનો ડંકે દેનાર આ બાળક !' ગુરુદેવ બોલ્યા. એ ભાવાવેશમાં હતા. એમની આંખો આકાશ પર રમતી હતી. ને જાણે આગમનાં એંધાણ ભાખતી હતી.
“ભોજનો ધનપાલ, વિક્રમનો બલિદસ અને ગુર્જર દેશનો વિદ્યાપતિ આ બાળક થશે. વ્યાકરણ, કવ્ય, ન્યાય, યોગ, તત્ત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ એ સર્જશે. નાત,જાત, કુળ, દેશ અને જગતને એ અજવાળશે. મહેતાજી! ટૂંકમાં એ યુગપુરુષ થશે. જગતના ઇતિહાસમાં ગુજરાત રૂપાળું કરી દેખાડવું હશે, તો આ કરી દેખાડશે.”
ઉદ્ય મહેતાને ક્ષણભર લાગ્યું કે ગુરુજી વાતમાં જરા વધુ પડતું મોણ નાખે છે, પણ તરત જ આ નિ:સ્વાર્થ ને શાસ્ત્રજ્ઞ આચાર્યનાં વચનોમાં એણે શ્રદ્ધા સ્થાપના કરી. ગુરુ શા કારણે જૂઠું બોલે !
“આ મહાન બાળક ફેણ છે? ક્યાંનો છે ? મારે શું કરવાનું છે ? ઉદ્ય મહેતા મૂળ વાત પર આવ્યા.
“મહેતાજી ! ગુજરાતમાં ભાલ નામનો પ્રદેશ છે. ધંધુક નામનું નગર છે. આ નગરમાં ધર્મ-કર્મમાં મોઢ જ્ઞાતિ ઊજળી છે. એમાં ચાચ નામનો એક સગૃહસ્થ રહે છે. પાહિની નામે તેને એક પત્ની છે. જેનાં દર્શન કરીએ ને પાપ પખાળીએ એવી એ સતી છે. તેને ત્યાં આ બાળક્નો જન્મ થયો છે. પુત્ર પેટમાં હતો, ત્યારે માતાને બહુ સારા-ચંગા વિચારો આવેલા એટલે બાળકનું નામ ચંગ ચખ્યું છે.' ૧. મહાત્મા ગાંધીજી આ જ્ઞાતિમાં જન્મ્યા હતા.
ખંભાતના દંડનાયક ૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org