________________
શેર બકરી એક ઘાટ પર, પતે પાની હૈ ખબ, ઐસે તેરે રાજમેં, જુલ્મ હુઆ હૈ ખૂબ. મકાન-મસ્જિદ સબ ગયા, રા નહીં કુછ પાસ,
ઇન્સાફ કરો સુલતાન તુમ, યહી એક અરદાસ. જેમ જેમ વિતા બોલાતી ગઈ, તેમ તેમ સહુનાં મોં ઊતરવા લાગ્યાં.
વિત પૂરું થતાં મહામંત્રીએ કહ્યું : “આનો અર્થ એ કે આ માટે ખંભાતના મંત્રી જવાબદર છે.”
પણ તમે તેનો જવાબ માગ્યો ?” માગ્યો જવાબ આપે એ જુઘ, ઉદ્ય મહેતા નહિ.” પુરોહિતે વચ્ચે કહ્યું. એટલે શું પાટણ ખંભાતની નીચે છે ?' ના હજૂર ! પાટણ સર્વોપરી છે.” “તો પાટણની ફરજ તપાસ કરવાની નથી ?' છે. હમણાં તપાસ કરાવું છું.' મહામંત્રીએ ઢીલા પડીને કહ્યું. ન્યાયના કામમાં વિલંબ કરવો એ ગુનો છે, તે તમે જાણો છો ?' મહારાજ ! અમે અમારી ફરજ ચૂક્યા. માફ કરો.”
તમને હું માફ કરું પણ મને કેણ માફ કરે ? હું ઈશ્વરનો ગુનેગાર ઠરું છું. શિવસિંહ ! અંત:પુરમાંથી પેલી પાણીની ગાગર લઈ આવ.”
શિવસિંહ ગાગર લઈ આવ્યો. રાજાએ ક્યું: “એમાંનું ચરણામૃત બધાને ચખાડ.”
શિવસિંહ બધાને પાણી ચખાડવા લાગ્યો. વૃદ્ધ દરબારીઓને રાજાજીનું આ છોકરવાદપણું ન રુચ્યું, પણ તેઓ નાનપણથી મોઢે ચઢાવેલા મહારાજનો મિજાજ જાણતા હતા. લીધી લત છોડે એવો આ જુવાનિયો નહોતો.
અહહ ! ખારું દૂધ પાણી !” એકે કહ્યું. રિયાનાં જળ લાગે છે. બીજાએ કહૃાં. પાટણનું તો પાણી નથી.” ત્રીજાએ કહ્યું.
અદલ ઇન્સાફ ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org