Book Title: Ucch Prakashna Panthe Author(s): Bhanuvijay Gani Publisher: Vardhaman Jain Tattvapracharak Vidyalay View full book textPage 6
________________ પ્રથમ આવૃત્તિનું પ્રકાશકીય વિ. સં. ૨૦૦૬ના મુંબઈ લાલબાગ ચાતુર્માસ અવસરે મુનિશ્રી ભાનવિજયજી મહારાજે (હાલ પૂ. પંન્યાસશ્રી) સાધુ તથા શ્રાવકોને આપેલ શ્રી પંચસૂત્રની વાચનાના પ્રસંગને પામી શ્રતમણે પાયક શ્રી બચુભાઈ ચીમનલાલ ઝવેરીએ કરી લીધેલ નેધના હિસાબે પંચસૂત્રના આ વિવેચન ગ્રંથનું નિર્માણ થયું તથા પ્રસ્તુત પ્રકાશનમાં કેટલાક ભાઈઓને સુકૃત, દ્રવ્ય વેગ આપે. વર્તમાનકાલીન ભયંકર ચિંતાઓ અને સંકિલષ્ટ કર્મબંધની ધીખતી અગ્નિને ઠારવા સાથે અનેક પ્રકારના દુખ ગુલામી અને અવનતિથી છૂટી મહાસુખ, સ્વતંત્રતા અને ઉન્નતિ પામવા જરૂરી તદ્દન સરળ સાધનાથી માંડી ઉત્કૃષ્ટ સાધના દર્શાવનાર આ પુસ્તક કેવું વિશ્વરત્ન છે, એ ગ્રંથના સહૃદય અભ્યાસથી સમજાશે. નવનવા આધ્યાત્મિક વિકાસ અને આંતર સુખશાંતિના અર્થીએ ગ્રંથના પપદનું પુનઃ પુનઃ પરિશીલન કરવું જરૂરી છે. આવા ગ્રંથરત્નો વર્તમાનકાળે પ્રગટ થવા અતિ જરૂરી છતાં ખર્ચની સગવડના અભાવે નથી થઈ શકતું, એ ઉદાર દિલવાળાઓ ધ્યાનમાં લેશે. કેટલાંક વર્ષો પહેલાં પ્રોઉપાધ્યેયે પંચસૂત્ર પર કરેલ અંગ્રેજી ટિપણ અને અનુવાદમાં શ્રી ટીકાકાર મહર્ષિને કે અન્યાય કર્યો છે, અને પોતે કેટલી બધી ભૂલો કરી છે, તેના ઉપર આ સાથેના ગ્રંથપરિચયમાં સારે પ્રકાશ પાડ્યો છે. પ્રકાશનમાં રહી ગયેલ અશુદ્ધિ બદલ દિલગીર છીએ. શુદ્ધિપત્રકમાંથી તે સુધારી પછી ગ્રંથ વાંચવા વિનંતી છે. લિ. માસ્તર હીરાલાલ રણછોડભાઈ વ્યવસ્થાપક-શ્રી. દા. સૂ. જૈન ગ્રંથમાળા-સુરતPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 584