________________
૧૨
ગાડીઓ ખાંધે ધરી ખેચે, બહુ માન કરે, સામૈયાં કરે, પગે લાગે તેનું પિરણામ શૂન્યમાં આવે તો તે શું કામનું? સધપતિ સેકડાના હારા ઉપર મોટાઈના લાભમાંજ પાણી ફેરવતા હાય એમજ જણાય છે; તેઓ ઘેર આવ્યા પછી પોતે માર્ગમાં જોયેલા તેમજ પેાતાના આંગણે મદદની આશાએ આવી ઉભા રહેલા પોતાના દુર્બળ ભાઈઓની કાંઈજ યા તેઓ ખાતા નથી. પૈસા જો કોઈ પણ રીતે પુણ્યમાંજ ખરચાવા જોઇએ એવા તેમના હેતુ હાય તો પોતાના અનાથ ગરીમ ભાઈઓની દયા ખાઈ યથાશક્ય આપવું, અપાવવું, મદદ કરવી, કરાવવી જોઇએ; એ પણ પુણ્યનાજ માર્ગ છે. કોઈ સંઘપતિ થયા તે તેણે સઘપતિની સ્થીતિએ દિશાએજ રહેવું જોઇએ. નહિ તેા નાટકમાં જેમ અમુક વખત અમુક કલાકને માટે પાત્ર એકટર રાજા ઈત્યાદિના વેશ ભજવે છે પણ પછી જુઓ તે તે એના એજ, એની એજ માથે ટોપી, એના એજ કપડાંએ ગામમાં રખડતા હોય છે તે માફ્ક આપણા સંઘપતિના પણ તે એકટરની માફક વેશ ભજવ્યા ખરાખરજ કહેવાય.
જે જે તીર્થે જવાય તે તે તીર્થના માહાત્મ્યના જ્ઞાન તેમજતેના ઇતિહાસની માહેતી મેળવી ત્યાં જવું જોઈ એ. આણુએ જઈ આવ્યા, ભારણીએ ગયા, સમેતશિખર કે સિદ્ધગિરી, અંતરિક્ષજી કે મક્ષિજી ગયા પણ તે તે તીર્થાંના માહાત્મ્ય શું છે, તે તેના શું ઇતિહાસ છે તે જાણ્યા વિના ખશ તીર્થને આનંદ મેળવી શકાતા નથી, તેમજ આત્મિક કલ્યાણને મેળવવાના હેતુ નઈ એ તેવા પાર પડતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com