________________
૨૧
સંસારની વાસનાઓને, દૂષિતવિચારેને વિસરી જાય છે, તેમ શુદ્ધ
અને પ્રશાંત બની જાય છે. વળી પર્વતમાં, ગુફાઓ, કંદરા, વીવરે 'ઈત્યાદિને લીધે તે સ્થાન ભજન તથા ધ્યાનને માટે નિરુપદ્રવ અને એકાંત હેઈ તીર્થંકર મહારાજે, મુનિઓ, સંતે ત્યાં નિવસ્યા હોય છે-આનંદમાં વસ્યા હોય છે. આત્મકલ્યાણને સાધ્યા હોય છે, કેઈ સાધતા હોય છે તેથી તે સર્વદા તીર્થોને માટે ઉચિત સ્થાન સમજાય છે. પૂર્વ પુરૂષોએ તે સ્વીકાર્યો છે. અહા ! એ મહારી પર્વતને દેખાવ, તે ઉપરનાં, ઝરણાં, ગુહાઓ, વૃક્ષ, વનસ્પતિ અને તે ઉપરના તીર્થોને આનંદ નિહાળી આવા ઉદ્ગારે નીકળી જાય છે.
ગજલમાં અથવા હરિગીતમાં. નકી પહાડ આ નહિ મૂર્તિમતિ એ પાડની પ્રતિમા દીસે, ઉપકાર અર્થે અન્યના વિભાવે રહ્યા ધરી નિજ વિષે. નકી. જળ ધોધ નિર્મળ અતિ સુંદર નિર્મળાં વેગે વહે, ઉપગ અર્થે એ થકી જળ અન્ય નદ નદીઓ લહે. નિજ ઉદર મધ્ય અઢારભાર ઉગાડી સર્વે ઔષધી, નિજના નહિ ઉપયોગની સહુને દીધી અરપી બધી. જખરૂમ, દાડમ આમવા સ્વાદુ સરસ ફળે ફળ્યાં, આપી પ્રસાદી પથિકને કહે મહદભાચ તમે મળ્યા. તરૂપુષ્પ ડેલર દાઉદી કયહિ ચંહિ મધુ ને માધવી, ડેલી રહ્યાં સુમનસ સુગધ જેમ સાધુ સાધવી. વિટળાઈ વિટપે વલી કયંહિ બની રહી મદનિપાવિકા,
આદર્શ જ્યમ વ્યવહારમાં શેલે શ્રાવક શ્રાવિકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ના
,