Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 21
________________ કાળની જવર અવરથી ખરાબા-ઉંડાણ ઈત્યાદિ ભયથી રહિત અને પરિચિત થઈ પડેલ હોય છે. ત્યાં ઉતારૂઓને સથવારે પણ લાવે છે–મળે છે. તારાઓ પણ તુંબાં ઈત્યાદિ તરવાનાં સાધને લઈ બેઠા હોય છે અને તેથી સહજ સહજ સહુના સમાગમના આનંદમાં ઉતારૂ સાધન વડે પેલે કાંઠે તરી ઉતરે છે તેવીજ રીતે તીર્થ એ પણ ભવસમુદ્રના કાંઠા છે, આરા છે–ત્યાં પ્રાયશઃ અનેક તારાઓ રૂપ સંત પુરૂષને સમાગમ મળી આવે છે, અનેક તિતિષુઓને સમાગમ પણ મળી આવે છે અને એક બીજાની સહાયથી ભવિજને પિતાના આત્માના કલ્યાણને માર્ગ સાધી શકે છે. કોઈ શ્રેષ્ઠ જીવ શુભના ઉદયેથી તરી કીનારે પણ પહોંચે છે. શિવાય અનેક દેશના યાત્રાળુઓને સમૂહ તીર્થમાં બનતે હોવાથી જુદા જુદા દેશના લોકોની રીતભાત, ભાષા, ઈત્યાદિને પણ પરિચય મળે છે અને એ અનેક વ્યાવહારિક જ્ઞાન મેળવવાના પ્રસંગે મળી આવે છે. “સેવા - હિતમતા ૪ ” એ સુભાષિત માંહેના દેશાટન અને પડિતને સમાગમ એ બે અગ્રસ્થાને યથાવત્ લાગુ પડે છે. આ ઉપરાંત અનેક મુનિમહાત્માઓના દર્શનને સધને અને પણ લાભ મળે છે. તીર્થસ્થાન પ્રાયશઃ પર્વત ઉપર વિશેષે કરીને જોવામાં આવે છે તેનું કારણ ઉપરના ભાગમાં શુદ્ધ વાતાવરણ રહે છે. સુંદર સરેવરે, ઝરણાંઓ, વિના વાભે, વિના માળીની દેખરેખે ઉગી પુષ્પ મહેર ઈત્યાદિ વિભવશ્રીથી ડોલી રહેલી મંદમંદ સુરભીથી બાકી રહેલી વનશ્રી, ઇત્યાદિ નિસર્ગના આનંદના બાગનું અવલોકન કરતાં ચિત્ત પ્રભુની લીલામાં, કીર્તનમાં, ભક્તિમાં મસ્ત બની રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34