________________
૧૯
તીમાં ષટ્રી, પાળવાની આવશ્યકતા છે. પ્રથમ તે બ્રહ્મચારી-કચ્છમદ્ધ યાત્રાળુએ રહેવું જોઇએ, મનને વિકાર પામતાં કબજે રાખવુ જોઇએ, નહિ તે મલિન વિચારોથી તીર્થમાં રહેવી જોઈતી માનસિક પવિત્રતાના ભંગ થાય છે.
એકલઆહારી–એક વખતજ આહાર લેવા જોઈ એ જમવું જોઈએ. જઠરમાં બે વખત ખારાકના બેજો નહિ પડવાથી શરી રની જડતા જતી રહે છે અને તેથી શરીર અને મન સ્મૃતિમાં રહે છે અને ધર્મધ્યાન ઈત્યાદિ પ્રવૃત્તિમાં ઉત્સાહ રહે છે.
સચિત પરિહારી-રહેવું જોઈ એ, અચિત વસ્તુ ખાવાથી બુદ્ધિ નિર્મળ રહે છે અને મુનિધર્મના ભાવની જાગૃતિ રહે છે. ભેાંયસ થારી અર્થાત્ પથારીએ સૂવું જોઈ એ. વિભવ વિલાસાદિમાં રાગ ઉત્પન્ન કરાવે તેવી પલંગ ઇત્યાદિ શય્યામાં સુવું જોઈએ નહિ.
પાય અનવારી એટલે અળવાશે પગે વિચરવું જોઈ એ. ધર્મને માટે, આત્મિક કલ્યાણને માટે તીર્થમાં આવવાના હેતુ છે. ત્યાં ઉપાન—પગરખાં પહેરવાથી કીડી મકોડી ઈત્યાદિ જીવા છૂંદાઈ પીલાઈ જવાના સભવ હોઈ પાપ મુક્ત થવા તિર્થમાં આવવાના હેતુ યથાવત્ સરતા નથી. કેટલાક શ્રીમંતા ગાડીએમાં બેસી ઘેાડા દોડાવે છે તેથી નીચે કેટલાક જીવા પીલાઈ જાય છે. સમૂહને લઈને થયેલી ગીરદીને લીધે ફાઈ હડફેટમાં આવી જવાથી પીલાઈ જાય છે. ઘાડા અને ખળદોને ત્રાસ થાય છે. આ સહુ નહિ થવું જોઈ એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com