________________
તમામ સૂચનાઓ તરફ તીર્થવાસીએ, યાત્રાળુએ તેમજ વ્યવસ્થાપકેએ લક્ષ ખેંચવું જોઈએ.
તીર્થ શું છે? યાત્રાળુઓએ ત્યાં જવાને શું ઉદેશ છે? તીર્થ અને યાત્રાળુઓ એક બીજા પ્રત્યે કે સંબંધ ધરાવે છે? ત્યાં યાત્રાળુઓએ કેવી રીતે વર્તવું જોઈએ ઈત્યાદિ જુદી જુદી કક્ષાએ યથાશક્ય લખાઈ ગયું છે. ઉપસંહારમાં યદ્યપિ તીર્થ સહુને તારક છે પણ તીર્થના રહસ્ય હેતુની સમજણ પુરસર તેમજ ખરી તરવાની અંતરંગ ભાવના પુરસર યાત્રાળુઓ તીથમાં જતા થાઓ. યદ્યપિ સંઘ કાઢી વિનેદ, કુતુહલ, મેળાખેળા જેવાને, હરવા ફરવાને, જમવા રમવાને, ત્યાં જવું તે પણ છેક નહિ જવાના કરતાં લાભવાળું છે, પણ લાભની પરાકાષ્ટા અત્યંત લાભના મહોદયરૂપ આત્મિક કલ્યાણ તરવાની ઇચ્છા તેના ઐચ્છિક બની યાત્રાળુઓ ત્યાં જતા થાઓઆત્મકલ્યાણ મેળવવા ભાગ્યશાળી થાઓ, એવી શુભ ભાવના ભાવી આ લેખક લેખની પરિસમાપ્તિ કરે છે.
સંપૂણ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com