________________
સસારથી અળગા વસવા પેાતાને માટે પહાડ એકાંત સ્થળ પસંદ કરે છે. ગગન ચુખિત દેરાઓના શિખરપૃષ્ટની પવનથી ડોલતી ધ્વજાએ નીચેનાઓને જાણે એમ સૂચવતી જણાય છે કે મનુષ્ય અહી ઉંચે આવા, ઉદ્ભવ ગતિની મેાક્ષની અભિ લાષા હોય તે ઉપર આવે, નહિ તે ત્યાં ડાલતા રહેશે, આ હું ડૉલી બતાવું છું તે લક્ષણ નિહાળા.
શિવાય પર્વત ઉપરની શુદ્ધ હવા સુંદર ઝરણાનું પાણી વનસ્પતિ ઈત્યાદિના કારણથી તેમજ પર્વત ઉપર ચડવા ઉત્તરવાના તેમજ હરવા ફરવાના વ્યાયામથી શરીર આરાગ્ય અને સુદૃઢ બને છે તેથી આયુર્વેદની દૃષ્ટિથી જોતાં એક એ પણ તીર્થા પર્વત ઉપર હાવાનું કારણ સમજાય છે. ચડવા ઇત્યાદિની પરાકાણથી આળસુ ઈત્યાદિની શ્રદ્ધાની પણ કસોટી થાય છે. આ વિગેરે અનેક તેનાં કારણેા મળી રહે છે. તીર્થે જવાનાં અનેક કારણા પૈકી આ પણ કારણા હોય એમ સમજાય છે. ત્યાં ત્યાં કેવી કેવી આશાતના થાય છે તે જાણી શકાતાં તેના ઉચિત બંદોબસ્ત કરી શકાય છે. ત્યાં કયાં કયાં સ્થાન જીર્ણોદ્વારને લાયક છે, યાત્રાળુઓને ઉતરવા રહેવાને કેવા પ્રકારની સગવડ અગવડ છે એ વિગેરે બધું જાણી શકાય છે અને તેના તેના ઘટતા ઉપાયે યોજી શકાય છે.
આવી બાબતામાં તીર્થોના વહીવટવાળાઓએ તેમજ પૈસા આપનાર ધનિકાએ આટલુ લક્ષમાં રાખવાનું છે. વહીવટવાળાએ જે પૈસા આવે છે તે એકત્ર કરી જમા કરવા તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com