Book Title: Tirthyatra Digdarshan
Author(s): Charitravijay
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 16
________________ થાય છે. આવી તદ્રુપતામાં આનંદ આવી ગમે તે પછી સંસારના ઉપાધિવાળા આનંદથી જીવ ઉદાસીન બને છે. આત્મકલ્યાણને સ્વરૂપાનંદને ઐચ્છિક બની જાય છે. અને પૂર્વ મહાનુભાવના પથે વિચરતાં પરિણામે તરી જાય છે–મુક્ત બની રહે છે. આવી તીર્થભૂમિને મલિન વાતાવરણ કેટલાક દરજે અશુદ્ધ કરે છે, ત્યાંની નિકટમાં બીલકુલ અશુભ પ્રવૃત્તિને અવકાશ ન હવે જોઈએ. સંસારીઓ આસપાસમાં ઘરબાર બાંધી સ્થિતિ કરીને રહે છે. સ્ત્રી ઈત્યાદી સાથે રહી ગૃહસ્થાશ્રમ સેવે છે, વિષપભેગ કરે છે, પ્રજોત્પત્તિ કરે છે. આ સહુ પ્રવૃત્તિ તિર્થક્ષેત્રના વાતાવરણને કેટલાક દરજે મલિન કરનારી છે? તીર્થક્ષેત્રની આજુબાજુની લગભગ દસ પંદર ગાઉ સુધીની પૃથ્વી આવી પ્રવૃત્તિથી મુક્ત હોવી જોઈએ, અર્થાત્ ગૃહિએ ત્યાં વસે તેપણ તેટલા દૂર વસવા જોઈએ એમ હાલના સંજોગો જોતાં ઉચિત જણાય છે. તીર્થે આવતા યાત્રાળુઓને સીધું સામાન પુરૂ પાડવા ઈત્યાદિ ઉચિત વણજવ્યાપાર કરવા તૈયે ઈત્યાદિ ભલે ત્યાં રહે પણ તે સહુ તેટલા કાર્ય પરત્વેજ ત્યાં ટકવા જોઈએ. તીર્થક્ષેત્રમાં જઈ રહીએ અને ગૃહિણીએ બ્રહ્મચર્યવ્રત પાળવું જોઈએ. તીર્થે જવાને હેતુ મજમજા કરવાનું નથી, તે પવિત્રભૂમિના સ્પર્શથી મલિનતા દૂર કરવાને છે. મલિન વાસનાને પોષવાથી સ્થાન મલિન વાતાવરણવાળું બને છે. મલિન પ્રવૃત્તિથી તીર્થક્ષેત્રને મલિન પરમાણુઓને સ્પર્શ થતાં મલિન બને છે. અશક્ય પરિહારના કારણે ઉક્ત તીર્થોમાં વ્યવસ્થા, ચેક પહેરા ઈત્યાદિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34