Book Title: Syadvad Manjari Author(s): Sulochanashreeji Publisher: Navrangpura Jain S M P Sangh View full book textPage 5
________________ પ્રાકૃકથન (પ્રથમ આવૃત્તિનું જૈન ધર્મ અને જનદર્શન સર્વપ્રણીત છે. માટે તે પરિપૂર્ણ છે. તેથી તેમાં સંશોધનને અવકાશ નથી. અર્થાત્ તેમાં સુધારા કે વધારાને સ્થાન નથી. જૈનધર્મના સર્વહિતકર સિદ્ધાંતને તર્ક અને પ્રમાણથી સિદ્ધ કરી આપે છે જૈનદર્શન. હિતકારી સિદ્ધાંતે પણ જ્યાંસુધી બુદ્ધિગ્રાહ્ય ન થાય ત્યાંસુધી બુદ્ધિશાળી મનુષ્ય તેને સ્વીકાર કરતાં અચકાય છે, સિદ્ધાંતને બુદ્ધિગ્રાહ્ય બનાવવા માટે જોઈએ તર્ક. કેઈપણ જડ-ચેતન પદાર્થના અસ્તિત્વ અંગે અને એના સ્વરૂપ અંગેની જિજ્ઞાસા પેદા થાય છે ત્યારે દાર્શનિક-વિચારધારાને પ્રારંભ થાય છે. આપણું ભારતમાં ચેતનઆત્માના અસ્તિત્વ વિષે અને એના સ્વરૂપ અંગે જેટલું વિચારાયું છે, જેટલું ચર્ચાયું કે લખાયું છે, તેટલું વિશ્વના બીજા કેઈ દેશમાં વિચારાયું ચર્ચાયું કે લખાયું નથી... રણ કે ભારતની સંસ્કૃતિમાં “આત્મા નું સ્થાન પરમાત્મા” જેટલું મનાયું છે. અર્થાત આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરવાના પુરુષાર્થને જ શ્રેષ્ઠ પુરુષાર્થ કહેવામાં આવ્યો છે, જ્યારે યુનાની દિશામાં અને યુરોપીય દર્શનેમાં દાર્શનિક વિચારને પ્રારંભ સમુદ્રના કિનારે રહેનાર એક ખેડૂતે કરે છે! “સૃષ્ટિના સર્જનનું મૂળતત્વ કયું ?” આ જિજ્ઞાસા, દાર્શનિક વિચારનું મૂળ માનવામાં આવ્યું છે. ત્યાં કઈ વિચારકે સૃષ્ટિનું મૂળ તત્ત્વ “પાણ” કહ્યું તે કેઈએ “અગ્નિ બતાવ્યું ! તે કેઈએ હવાને નિર્દેશ કર્યો..! જ્યારે ભારત વર્ષની વાત જ જુદી છે. અહીં તે પુરુષોત્તમ પરમાત્મા જ સદેહે વિચરીને આત્મા કર્મ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ..એ નવ તત્વને સમજાવે છે એ સમજણ આપવામાં અનેક તર્ક, દલીલે અને પ્રમાણે દર્શાવે છે. અને આ બધું સમજાવીને “આત્માને કર્મનાં બંધનોથી મુક્ત કરવાનો માર્ગ ચીંધે છે, આત્મા પરમ સુખ અને શાશ્વત્ આનંદને મેળવી શકે, એને અર્થ એ છે કે ધર્મ અને દર્શનને મુખ્ય હેતુ જગતના સર્વજીને પરમ સુખી અને પૂર્ણ સ્વતંત્ર બનાવવાનો છે... માત્ર તત્વચિંતક બનાવવાનો નહીં. જાઓ, પરમાત્મા મહાવીરે ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર બ્રાહ્મણોને આત્મા, કર્મ, પરલેક, સ્વર્ગ, નરક.... વગેરેનાં અસ્તિત્વ સિદ્ધ કરી આપ્યાં અને એનું સ્પષ્ટ સ્વરૂપ દર્શન કરાવ્યું, પછી ? પછી તેમને આમ સન્મુખ કર્યા, ભોગ વિમુખ બનાવ્યા અને મુક્તિના માર્ગે ચાલનારા નિગ્રંથ મુનિ બનાવ્યા તત્વજ્ઞાન અને દાર્શનિક-વિજ્ઞાન અને માત્ર બુદ્ધિને ચમત્કાર, વાણીને વિલાસ કે પ્રતિષ્ઠાનું સાધન બનાવનારા વિદ્વાને ભલે પોતાની જાતને વિદ્વાન સમજે, પરંતુ તેઓ ધર્મના તત્વજ્ઞાનનો અને દાર્શનિક વિજ્ઞાનને મમ નથી સમજ્યા, એમ કહેવું જ પડશે, ભારતીય ધર્મોનું તત્વજ્ઞાન અને ભારતીય દાર્શનિક-વિજ્ઞાન વિશુદ્ધPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 356