Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન બાર વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલા જૈન ન્યાયના સુપ્રસિદ્ધ ગ્રન્થ “સ્પાદુવાદ મંજરી” ને ગુજરાતી અનુવાદને પુનઃ પ્રકાશિત કરવાનું અમને સૌભાગ્ય સાંપડયું છે. સર્વપ્રથમ આ ગ્રન્થ શ્રી જેને આત્માનંદ સભા-ભાવનગરે પ્રકાશિત કર્યો હતે. એની ૫૦૦ પ્રતિ ડાંક વર્ષોમાં જ ખલાસ થઈ જતા, એ ગ્રન્થની માંગ ઘણી થવા લાગી હતી, તેથી આ ગ્રન્થનો સરલ-સુબોધ અનુવાદ કરનારાં પૂ. વિદુષી સાધ્વીજી સુચનાશ્રીજીએ આ ગ્રન્થને ફરીથી પ્રકાશિત કરવાની ઈચ્છા અમારી સમક્ષ વ્યક્ત કરી અને અમારા સંઘે આ ગ્રન્થને પુનઃ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. આ મૂળ ગ્રન્યના રચયિતા છે કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ એમણે તે આ આ મળ કતિ માત્ર ઉપજાતિ છંદના બત્રીશ કલેક જેટલી જ સંક્ષિપ્ત બનાવી છે, પણ એમાં જૈન દર્શનના સિદ્ધાન્તનું સમર્થન અને અન્ય દશાની માન્યતાએનું નિરાકરણ એવી સચોટ રીતે કરવામાં આવ્યું છે કે જેના આધારે આચાર્યશ્રી મલિષણ સૂરિજીએ દિમિંગરી નામે સુંદર સવિસ્તર અને સારગ્રાહી ટીકા રચીને એ મૂળકૃતિને ખૂબ ઉપયોગી અને કપ્રિય બનાવી દીધી. આ ગ્રન્થની અત્યાર સુધીમાં પ્રગટ થયેલી અનેક આવૃત્તિઓ અને અનેક અનુવાદો આ ગ્રન્થની ઉપગિતા અને કપ્રિયતાના સાક્ષી પૂરે છે. - આ ગ્રંથ ફરીથી પ્રગટ કરતાં અમને વિશેષ આનંદ અને ગૌરવને અનુભવ એ વાતથી થાય છે કે આ અનુવાદ, જેનન્યાયનાં અભ્યાસી એક વિદુષી સાઠવીજી મહારાજના હાથે થયેલ છે. પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રી સુચનાશ્રીજીએ ખૂબ ખંત અને ધીરજ પૂર્વક આ અનુવાદ કરે છે. તેઓએ પિતાના અધ્યયનના ફળરૂપે આ અનુવાદ તૈયાર કરીને આપણુ અન્ય સાધ્વીજી મહારાજે માટે એક પ્રેરક દાખલે રજૂ કર્યો છે. અને એ માટે તેઓને આપણે સહુનાં ધન્યવાદ અને અભિનંદન ઘટે છે. અમારા સંઘનું અને મારું તે પરમ સૌભાગ્ય છે કે આ પૂ. વિદુષી સાવીજીના હાથે અનુવાદ થયેલ હીમાય મહાકાવ્યને ત્રણ ભાગમાં પ્રકાશિત કરવાને લાભ અમને મળ્યો છે.! એટલે અમને સવિશેષ આનંદ થાય તે સ્વાભાવિક છે. આ ગ્રન્થ પર “પુરોવચન” લખી આપનારા સ્વ. પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મ. સા. ને કૃતજ્ઞતાભર્યા હૈયે યાદ કરીએ છીએ, અને શ્રીયુત નગીનભાઈ જી. શાહનો “પ્રસ્તાવના' લખી આપવા બદલ આભાર માનીએ છીએ. તા. ૮-૧-૮૧ અમદાવાદ, કાન્તિલાલ ચી. કેલસાવાળા પ્રમુખ, શ્રી નવંગપુરા જૈન . મૂ. પૂ. સંધ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 356