Book Title: Swaroopsadhnana Sopan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 4
________________ હાર્દિક નિવેદન ૧ પ્રસ્તુત પુસ્તક સ્વરૂપસાધનાનાં સોપાન'ના પ્રકાશનનો સઘળો યશ સ્વર્ગસ્થ સ્વરૂપ ચિંતક શ્રી પનાલાલ જ. ગાંધીને ફાળે છે. તેમણે લગભગ ઈ.સ. ૧૯૭૧થી સ્વરૂપાનુસંઘાનના લક્ષ્ય પ્રવચનો કર્યાં હતાં, તેમાં સ્વરૂપ વિષેના ખૂબ ઊંડાણપૂર્વક ચિંતનના જે ઝરણાં પ્રવચનરૂપે પ્રગટ થયાં, તે ઝરણાંનું જળ સ્વ. બંસીલાલ કાપડિયાએ પોતાની કલમમાં ઝીલ્યું, અને લગભગ ચાલીસ જેટલી ફાઈલો તૈયાર કરેલી. ઘણા સમયથી મનોમંથન ચાલતું હતું કે કોઈ તત્ત્વચિંતક અને આચારયુક્ત સાધકનો સંપર્ક થાય તો જીવનમાં ઉત્તમ પદાર્થની પ્રાપ્તિ થાય. અધ્યાત્મભાવ પ્રકૃષ્ટ થાય. જીવન સાર્થક બને. મારે પ્રસંગોપાત મુંબઈ જવાનું થતું. પ્રભુના અનુગ્રહે મારી એ ભાવનાને યોગ મળી ગયો. મને એક સત્સંગી મિત્ર દ્વારા પૂ. પનાભાઈનો પિરચય થયો. લગભગ ૧૯૮૪ જેવા ગાળામાં અચાનક તેમના પ્રવચન-શ્રવણનો લાભ મળ્યો. સ્વરૂપાનુસંધાનની તેમની વાતો હૃદયસ્પર્શી બની ગઈ. યદ્યપિ શરૂઆતના બે-ત્રણ દિવસ તો બધું ઉપરથી ચાલી ગયું. પરંતુ આચાર્ય ભગવંતોની નિશ્રામાં થયેલા અભ્યાસથી ભાવના ટકી રહી. પછી તો તેઓની જ તત્ત્વપ્રદાનની વાત્સલ્યભાવના અને જ્ઞાનદાનની લબ્ધિ વડે એ જ પ્રવચનોમાં આનંદ આવ્યો, તત્ત્વનો મર્મ સમજાતો ગયો, અને તે ભાવના રસમાં ઝિલાતો ગયો. પછી તેમનો પરિચય નિકટનો બન્યો. તેઓ માત્ર પંડિત કે તત્ત્વચિંતક નહોતા પણ મારા માટે અધ્યાત્મમાર્ગના પ્રેરક વડીલ બન્યા અને ખાસ તેમની નિશ્રાનો લાભ લેવા મુંબઈ જવાનું પણ ગોઠવાતું ગયું. તેમના અવસાનના ચારેક વર્ષ પહેલાં તેઓ અમદાવાદ આવેલા ત્યારે નિવાસે આવ્યા હતા. તેમના પ્રવચનનો લાભ અમારા સત્સંગ પરિવારને મળ્યો. ત્યાર પછી તેઓ અમદાવાદ આવતા ત્યારે અચૂક સત્સંગનો લાભ મળતો. પ્રસંગોપાત તેમણે કહ્યું કે આ પ્રકારના પ્રવચનની કેટલીક ફાઈલો છે. સત્સંગી સ્વ. મનોરમાબહેને તરત જ તે ચાલસ ફાઈલોની ઝેરોક્ષ કોપીઓ રૂ. ત્રણ હજાર આપીને કઢાવી આપવા કહ્યું. એ ફાઈલો આપતાં તેઓશ્રીના હાર્દિક ઉદ્દગા૨ હતા : સુનંદાબહેન, આનું કંઈ કરજો” ધ્રાંગધ્રા જૈન શ્વેતાંબર મ. પૂજક સંઘ તમને સહયોગ આપશે.’ Jain Education International 3 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 290