Book Title: Stree Sukh Darpan 1917 04 Pustak 01 Ank 02
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 13
________________ જીવનશકિતનો મહિમા. #જ જીવનક્તિનો સામા. #v =7D7 લેખકઃ-સ્વર્ગ ના ઈજારદાર, ૨. અમ્રતલાલ સુંદરજી પઢીયાર. જીવનશક્તિ એ અજબ જેવી સ્વર્ગીય વસ્તુ છે, જીવનશક્તિ એ અમૂલ્ય વસ્તુ છે, જીવનશક્તિ એ આત્માની ને પરમાત્માની શક્તિ છે, જીવનશક્તિ એ જગતનાં સૈન પ્રાણીઓની વ્હાલામાં વહાલી વસ્તુ છે, જીવનશક્તિ એ દેવતાઓની મહત્તા છે, જીવનશક્તિ એ મરણ પછીના દીલાસે છે અને જીવનશક્તિને આધારે જ બ્રહ્માંડે રહેલું છે; માટે જગતમાં જેટલી સ્ત્રીઓ છે, જેટલાં શાસ્ત્રો છે અને જેટલી યુક્તિઓ છે તે બધી જીવનશકિત ખીલાવવા માટે જ છે જેમકે ખેતીવાડી જીવનશક્તિ ટકાવી રાખવા માટે છે, વેપાર જીવનશકિત માટે છે, કઈ પણ જાતની કારીગરી જીવનશક્તિને મદદ કરવાને માટે છે. મજુરીથી કેટલેક ઠેકાણે જીવનશક્તિ ઘસાતી હોય એ જુદી વાત છે પણ મજુરીનો મૂળ હેતુ તે જીવનશક્તિને ખીલવવાના જ છે, આગાટ, રેવે, બલુન વગેરે જીવનશકિતને મદદ.કરવા માટે જ છે. રસાયણ શાસ્ત્ર, ખગોળ શાઝ, ભુગોળ વિદ્યા, ભુસ્તર વિદ્યા, કાવ્યતૃત્વ અને દુરબીન, સૂક્ષ્મદર્શક યંત્ર વગેરે અનેક જાતનાં યંત્ર એ જીવનક્રિયાને ખીલવવા માટે જ છે. વૈદકશાસ્ત્ર જીવનશક્તિ વધારવા માટે છે, પાકશાસ્ત્ર જીવનક્રિયા વધારવા માટે છે અને જેમાં માણસોને મારી નાંખવાનો હુન્નર શીખવવામાં આવે છે એવું આ દુનિયાનું લશ્કરી ખાતુ પણ જીવનશક્તિને મદદ કરવા માટે જ છે. ટુંકામાં એટલું જ કહેવું બસ થશે કે જીવનશક્તિને મદદ ન કરતું હોય એવું જગતમાં એક પણ શાસ્ત્ર નથી, જીવનશકિતને મદદ કરતી ન હોય એવી જગતમાં કોઈ પણ ક્રિયા નથી અને જીવનરાક્તિને મઢ કરતું ન હોય એવું જગતમાં કોઈ પણ કામ નથી. મતલબ કે જગતની દરેક વસ્તુઓ અને દરેક વિચારો કેઈને કોઈ રૂપમાં જીવન

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40