________________
પાપનું પ્રાયશ્ચિત.
૫૯
એક બુટ્ટા વર સાથે પોતાનો સંબંધ થય જાણું રંભા નિરાશ થઈ એકાંત ઓરડામાં કેચ પર પડી અશ્રુ સારતી વિચાર કરવા લાગી. “ઓ વિધાતા, આવી ઘટના કરવામાં ત્યારે શું નિશ્ચય છે? મને રીબાવી રીબાવી મારી નાંખવા કરતાં હું એકદમ હારા આત્માને ત્યાગ કરૂં તે કંઈ અડચણ છે? પિતા, તું પિતા નહિ પણ સર્પ છે. હું મારા શરીરને હંસ માર્યો છે. એ નાદાન, શું દીકરીના પૈસાથી જ પૈસાદાર થવાય છે? હાથમાં શું ? કંકણ પહેર્યા છે, કે દીકરીનું માંસ વેચીને જ દ્રવ્ય ઉપાર્જન કરે છે? શું હારે મીંઢળ મુડદે જ બંધાવાને ? અરે, પિતાને આ શું સૂઝયું? રક્ષક તેજ ભક્ષક થયા ? મધુરા લાડમાં, લાલન પાલનમાં ઉછેરીને ઝેરી ખંઝરથી ખુન કરવા તત્પર થયા? અફસ! લક્ષમી, ત્યારે પણ શું વાંક કાઢું? મારું ભાવિજ વિચિત્ર દિશામાં પ્રવર્તે છે. આટલું બોલતાં જીભ થોથવાઈ ગઈ, કંઠ રૂંધાઈ ગયે અને આંસુઓ ટપકવા શરૂ થયાં.
અલ્યા જાદવા કયાં ગયા? કયારને બૂમ પાડું છું તેને જવાબ પણ આપતો નથી.'
- “કેમ સૈભાગચંદ કાકા, શું કહો છે. આપનું શયનગૃહ વાળતું હતું એટલે અવાજ સંભળાએલ નહિ. માફ કરશો.”
જ પહેલા સવા વાળંદને બોલાવ. હારે હજામત કરાવવી છે. કહે છે કે હારી જાન કાલે જવાની છે, માટે સારા અસ્ત્રા અને કાતર લાવે. વળી સુગંધી તેલની સીસી તથા સાબુ પણ લેતો આવજે.” “વારૂ સાહેબ.”
જાદવ હજામને તેડી આવ્યું. શેઠ તુર્તજ હજામત કરાવી અરીસામાં ચહેરે જુએ છે, પણ માથાના વાળ સફેદ જોઈ સવાને કહે છે કે આને કંઈ ઉપાય? “કલ૫ લગાવ” સવાની સૂચના ગમી અને તેનો પણ ખર્ચ કરી કૃત્રિમ યુવાની ધારણ કરી. દરમિયાન તેના સ્નેહીનો પુત્ર મણીલાલ આવીને તે બે કે, “કાકા! તમે ૧૪ વર્ષની બાળાની જીંદગી બરબાદ કરવા તૈયાર થઈ ગયા છે, બિચારીના કેટલા શ્રાપ તમને લાગશે? તેની આંતરડી કેટલી બધી દુભાશે?”
“એલા મણયા, તું બહુ અંગરેજી ભણીને હુશીયારી બતાવતાં શીખે છે તે જાયું, પણ તું એટલુંબી નથી સમજતો કે મ્હારૂં શરીર વૃદ્ધ થયેલ છે, પણું હારું મન યુવાન કરતાં ચંચળ અને વેગવાન છે. અનેક પ્રકારે કાળાં ધેળાં કરી મેળવેલ પૈસામાંથી રૂા. દશહજાર જેટલી મોટી રકમ કન્યાના બાપને આપી તેની દીકરીને ખરીદી લેવી છે! કંઈ મફત લેવી નથી. શું બજારમાંથી પૈસા આપીને માલ લેવો તે વ્યાજબી નથી? હું કંઈ ચોરી કરીને તેની દીકરીને લાવવાનું નથી, સમજ્યા.મણીઆ, હું હારે પૂજવા યેગ્ય–કાકો કહેવાઉં, જા જાનમાં આવવા તૈયાર થઈ રહેજે. તું હમણા તાજેજ