________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા
- [૧] ગર્ભ રહ્યા પહેલાં જે દિવસથી દસ્તાન બંધ થયું હોય તે તારીખમાં ૭ સાત દિવસ મેળવવા અને ત્રણ મહિના પાછલા બાદ ગણવા. દાખલા તરીકે,
એક સ્ત્રીનું દસ્તાન તા. ૩ માર્ચના રોજ બંધ થયું હોય તે તેમાં સાત દિવસ - મેળવીને ત્રણ મહિના બાદ કરવા, એટલે એ ગણત્રી મુજબ ડીસેંબરની તા.૧૦મી
આવે. ઘણું કરીને તે દિવસે તે સ્ત્રી બાળકને જન્મ આપશે. | [૨] બીજી રીત–જે દિવસે સ્ત્રીનું દસ્તાન બંધ થયું હોય તે દિવસથી નવ માસ ગણવામાં આવે તો ૨૭૫ દિવસ થાય છે. આ ગણત્રીમાં ફેબ્રુવારી માસ આવ્યા હોય તે ૨૭૩ દિવસ થાય છે. પણ કુલ ૨૭૮ દિવસ થવા જોઈએ. એટલા માટે ઉપર પ્રમાણે નવ મહિના ગણતાં ૨૭૫ દિવસ આવે તો તેમાં ૩ ત્રણ દિવસ ઉમેરવા. અને ૨૭૩ દિવસ આવે છે તેમાં પાંચ દિવસ ઉમેરવા. આ ર૭૮ દિવસ જે અઠવાડીયામાં કે પખવાડીયામાં આવે તેમાં તે સ્ત્રી પ્રસુતા થાય એવી ગણત્રી છે. પ્રસવકાળની તથા ગર્ભાધાન કાળની આવી ઘણીક ગણતરીઓ ચાલે છે. ઉપરની હકિકત વિચક્ષણ સ્ત્રીઓને ખાસ ધ્યાનમાં લેવાની છે.
અધુરી મુદતે પ્રસવ. છ માસની અંદર ગર્ભ જીવતે અવતરતું નથી. છ માસ પૂરા થયા પછી સાતમા માસમાં સ્ત્રી પ્રસવ આપે છે તો તે બાળક જીવતું અવતરે છે. પણ થોડા કલાક કે થોડા દિવસો રહીને મરી જાય છે.–સાતમા માસને ગર્ભ આશરે ૧૪ ઇંચ લાંબો હોય છે, અને વજનમાં ૪૦ એંસ (૧૦૦ રૂપિયાભાર ) હોય છે. ચામડીની નીચેના પડમાં ચરબીને વધારે થઈ બાળકને ફુલાવી દે છે, અને તેમ છતાં ચામડી કાળીવાળી, રાતી અને સીએચસ મેટરથી આચ્છાદિત થયેલી હોય છે. આ સાતમા માસમાં જન્મેલા બાળકની આંખ ઉઘાડી રહે છે. આ માસમાં જન્મેલું બાળક ગતિવાળું હોય છે. પણ બરાબર રાઈ શકતું નથી.
આઠમા માસને ગર્ભ આશરે ૧૬ ઇંચ લાંબા હોય છે. અને વજન આશરે ૩ રતલનું હોય છે. રૂવાડાં દશ્ય થવા માંડે છે, ચામડીને રંગ વિશેષ કરીને માંસના વર્ણ જેવો થાય છે; નાભી લગભગ શરીરના મધ્યમાં આવે છે, આંગળીઓના ટેરવાં ઉપરના નખ બહાર પડતા દેખાતા નથી. માથાના વાળ વધારે જાડા થાય છે. આ આઠમા માસમાં જન્મેલું બાળક ઘણુંજ સંભાળથી રક્ષણ કરવામાં આવે, તાજ જીવતું રહી શકે. નવમા માસમાં જન્મેલું બાળક પણ અપકવ રહે છે, ત્યારે દશમા માસમાં જન્મેલ બાળક નિરોગી અને કૌવતવાન બને છે.