________________
ગર્ભ અને પ્રસવકાળ.
અને સાબિતીઓ મળી શકે છે કે આજ મને ગર્ભ રહે. આવી સ્ત્રીઓ સેંકડે પાંચ હોય છે. બાકીની પંચાણું સ્ત્રીઓને ગર્ભ રહ્યા પછી બે ત્રણ માસે ગર્ભનાં ચિહે કે કાંઈ ખાસ ફેર હોય છે તે થવા માંડે છે. ત્યારે જ તેને સમજ પડે છે કે, મને ગર્ભ રહે છે. પણ ગર્ભ રહ્યાના દિવસથી તે ગર્ભના ચિન્હ અને હેરના લીધે ગર્ભ રહ્યાનું જ્ઞાન થયાના દિવસની વચ્ચે કયે દિવસે ગર્ભ રહે તે વાત કેવળ અંધારામાં જ રહે છે.
ગર્ભ રહાને દિવસ ગણવાની કેટલીક રીતે ચાલે છે પણ તે બધી અચોક્કસ છે. અને એ ગણત્રીમાં બે ચાર દિવસ નહીં, પણ વખતે પંદર વિશ દહાડાની પણ ભૂલ આવે છે. આ ગણત્રી માટે કેટલીક રીતે એવી છે કે –
(૧) કેટલીક સ્ત્રીઓ ગર્ભ રહ્યાને લીધે પોતાના શરીર તથા મન ઉપર થતાં ચિન્હ કે ફેરફાર ઉપરથી ગર્ભ રહ્યાનું જાણી શકે છે. અને તેનાજ કહેવા ઉપર આધાર રહે છે. આ રીતમાં પણ ચોક્કસ દિવસનો નિર્ણય તે નથી જ થતું.
(૨) બીજી રીત એ બતાવવામાં આવે છે કે, જે દિવસથી દસ્તાન એટલે હતુ બંધ પડે તે દિવસથી જ હમેલ રહ્યાનો દિવસ ગણવાની રીત ચાલતી છે. આ ગણગીથી પણ અડસટે થાય છે. પણ ચેકસ દિવસ નક્કી થતો નથી. ગર્ભ રહ્યાને એગ્ય કાળ ઋતુ આવ્યા પહેલાં એક બે દિવસ અગાઉ અથવા ઋતુ આવી ગયા. પછી બે ચાર દિવસે પાછળ હોય છે. આર્યવૈદકશાસ્ત્રને મત એ છે કે, ઋતુ આવી ગયા પછીના પહેલા પખવાડીયામાં ગર્ભ રહે છે. ગમે તેમ હો, પણ આ ગણત્રી પ્રમાણે ગર્ભાધાનને દિવસ ગણવામાં ભૂલ આવે છે. | (૩) ત્રીજી ગણત્રી એવી પણ ચાલે છે કે–પેટમાં કરૂં ૪ (સાડા ચાર ) માસે ફરકે છે. માટે પ્રથમ જ્યારે છોકરૂં ફરકે, ત્યારે ગર્ભ કા સાડા ચાર માસને થયે એમ સમજવું; પણ છોકરૂં ફરકવાની મુદત સેને માટે એક સરખી હોવાની વાત પાયા વગરની અને ખોટી છે. માટે તે ગણત્રી પણ ખોટી છે. આ બધી ગણતરીકે શાસ્ત્રીય નથી, પણ સ્ત્રી વર્ગમાં મૂળથી અટકળ મુજબ ચાલતી ગણતરીઓ છે. તેથી તેના ઉપર ભરૂસો રાખી શકાતું નથી. હું ધારું છું કે ગર્ભાધાનને દિવસ નક્કી કરવાનું આપણી પાસે એક પણ સારું સાધન નથી.
- - - ખરૂં તે ગર્ભાધાન રહેનાર સ્ત્રીની સમજણ અને જ્ઞાન ઉપર બધો આધાર છે. પણ હાલ એ સમજણ અને જ્ઞાન ઉપર તો અંધકારને પડદે વળી ગયેલ છે. જેથી કેટલીક વખત બહુજ ગુંચવણ ઉભી થાય છે.
પ્રસવકાળ એટલે બાળક અવતરવાને દિવસ કરાવવાની પણ કેટલીક રીતે ચાલે છે. એક વિદ્વાન ડેકટ૨ પ્રસૂતિકાળને નિર્ણય અનેક રીતે કરી બતાવે છે. તેમાંની એકાદ રીત અત્રે આપીએ છીએ. "