Book Title: Stree Sukh Darpan 1917 04 Pustak 01 Ank 02
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 31
________________ પાપનું પ્રાયશ્ચિત. ૨ નથી એ હાસ્ય અંતરના, દીસે છે ઉરના તાપ; અરે જે પાપની છાયા, રહી છે હાસ્ય ત્યાં કરતી. આટલો સંવાદ થતાં વરઘોડો માંડવે આવી પહોંચ્યો અને કન્યાદાન દેવું શરૂ થયું એટલે તુર્તજ ગુણવંતી બેલી કન્યાનું દાન દેવાયે, કરી સૌભાગ્યનાં ચાંલ્લા ? વળી સૌભાગ્યને ચુડા, કન્યાએ આજ પહેર્યો છે? શારદા–નથી એ દાન કન્યાનું, અરે લીલામ છે તેનું; નથી સાભાગ્યનાં ચાંલ્લા, દીસે છે મેશના ટીલાં. નથી સૈભાગ્યના ચુડા, ઝડેલી જંજીરા ભાસે; કસી છે કન્યકા તેમાં, ન કે કાળે અરે છુટે. બુટ્ટા કાકાના લગ્ન થયાને છ માસ વીતી ગયા છે, એટલામાં તેને જવર લાગુ પડયે. તેની સેવામાં રાત્રિદિવસ રંભા રહે છે. રંભાનું સ્વરૂપ સાક્ષાત્ રંભા- અસરા સમાન હતું, તે રૂપને નિહાળવા અને ‘વૃદ્ધક્ય માર્યા રાવિ ” એ કહેતીને ખરી પાડવા, પોતાની દુષ્ટ વાસનાની પરિતૃપ્તિ માટે અનેક દુ-સ્નેહી તરીકેનો દાવો ધરાવી, શેઠની માંદગી પ્રસંગે જોવા આવતા અને રંભાને મર્મભેદક વચને વડે હેરાન કરતા. આ દુટેની પ્રપંચજાળથી રંભા નિત્ય સાવધાન રહેતી. દિનપ્રતિદિન બુઢ્ઢાને રાગ વધતો ગયે, રંભાને માત્ર દેખાવરૂપજ મળેલું સૌભાગ્ય પણ નષ્ટ થવાની આગાહી જણાઈ તથા દુર્ટે પોતાનું શિયળ ભંગ કરશે તેમ ધાસ્તી પેઠી. સંધ્યા સમય થયો છે, રંભા પોતાના ઝરૂખે બેઠી છે, ત્યાં અચાનક તેની માતુ સાવિત્રી આવી. ઘણે વખતે રંભા માતાને જોઈ તેને વળગી પડી.” અને બેલી:– | * બા! તું આજે અચાનક અહીંયાં કયાં થી?” “હેન તને વિદાય કર્યા બે માસ થયા ત્યાં તો રૂપિયા બારહજાર લ્હારા પિતાએ સટ્ટામાં ગુમાવ્યા. ઘરમાં ઘરેણું, ઠામ કંઈ પણ રહ્યું નથી. ભીખારી થઈ ગએલ છે. તેમને હારા તરફ ગુજારેલ જુલમ માટે બહુજ પશ્ચાતાપ થાય છે; પકે પેકે રૂએ છે અને મને તેમના તરફથી હારી પાસે માફી માગવા તેમજ તને પાંચ દિવસ તેડી જવા મોકલી છે.” ૮૮ માતુશ્રી મ્હારા પિતાશ્રીની મતી ઠેકાણે આવેલી જાણી હર્ષ થાય છે. હાલ મ્હારાથી ત્યાં આવી શકાય તેમ નથી, હારા સ્વામિને અત્યારે સખ્ત માંદગી ચાલે છે, તેથી અત્યારે હારે ધર્મ તેમની

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40