________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. ની જીવનશકિત પ્રસંશીત ને જુસ્સાવાળી હોય છે અને સ્ત્રીઓની જીવનશકિત તેના પ્રમાણમાં કાંઈક ઓછા પ્રકાશવાળી ને શાંત હોય છે અને પુરૂષોની જીવનશકિત જાણે જુવાનીવાળી હોય તેવી દેખાય છે ત્યારે સ્ત્રીઓની જીવનશકિત જાણે ઠરેલી પ્રઢ ઉમરની હેય તેવી દેખાય છે; આવો સ્ત્રીઓની અને પુરૂષોની જીવનશકિતમાં તફાવત છે. પણ આ મનુષ્ય પ્રકૃતિના સ્વાભાવિક ભેદે આ કુદરતના ઉંડા રહસ્યના ભેદે અને આ સ્ત્રીઓની જીવનશકિતની મહત્વતાના ભેદે જગતમાં અહજ થાડા માણસો જાણે છે અને તેમાં પણ આવા આખા સ્વરૂપમાં સ્ત્રીઓ તે આવી અગત્યની ને આવી ઉત્તમ વાત જાણતી જ નથી, તેથી તેઓ પોતાની ખુબીઓ સમજતી નથી, અને પ્રભુએ તેઓની ઉપર કેટલી બધી ખાસ કૃપા કરેલી છે તે બાબત પણ તેમના ધ્યાનમાં નથી; ત્યારે તેમાંથી કેવાં મહાન કામ કરી શકાય અને તેથી કેટલી બધી સેવા:કરી શકાય? એ વાત તે કયાંથીજ જાણે ? પણ યાદ રાખજો કે, સ્ત્રીઓમાં રહેલે સેવાધર્મ સમજાવવા માટેજ અને સ્ત્રીઓની મહત્તા સમજાવવા માટેજ આ ખાસ લેખ લખવામાં આવ્યે છે.
સ્ત્રીઓની અને પુરૂષની જીવનશકિતના ઉપર મુજબ ભેદ જાણવાથી એ વાત બહુ ખિી રીતે સમજી શકાય છે કે, સ્ત્રીઓની જીંદગી આ જગતમાં ઘણે વધારે વખત કાયમ રહે એવી કુદરતની ઈચ્છા છે, તેથી તેઓને ચીવટ જીવનશકિત આપેલી છે અને પુરૂષ પાસે સાહસનાં કામે કરાવવા કુદરતની ઈચ્છા છે તેથી તેઓને એ જાતની જીવનશકિત આપેલી છે. જે એમ ન હોત અને સ્ત્રીઓમાં જે જાતની ચીવટ જીવનશકિત છે તે જાતની જીવનશક્તિ પુરૂષામાં હોત તો પુરૂષ તેપના ગેળાએની સામે જઈ શકત ખરા કે? જે સ્ત્રીઓના જેવી જીવનશકિત પુરૂમાં હોત તો પુરૂષે સબમરીનની ને વીમાનોની શોધ કરવાનાં ને મરવાનાં સાહસ ખેડી શકત ખરા કે? અને અતિ વિરૂદ્ધ સંજોગોમાં તથા બહુજ દુ:ખી સ્થિતિમાં પણ પોતાની જીવનશકિત ટકાવી રાખવાની સ્ત્રીઓમાં જે શકિત છે તેવી જીવનશકિત જે પુરૂષોમાં હોત તો પુરૂષે જગતમાં મહાન ઉથલપાથલ કરી શત ખરા કે? નહીં જ. તેમજ પુરૂષોમાં જે જાતની સીધી ને ઉછળતી જીવનશક્તિ છે તે જાતની જીવનશકિત જે સ્ત્રીઓમાં હેત તે ખરાબ સંજોગોમાં પણ સ્ત્રીઓ જીવી શકે છે તેવા સંજોગોમાં તેઓ જીવી શકત ખરી કે?
દુનિયાના દરેક દેશોના આંકડાઓ એમ બતાવે છે કે ખરાબ સંજોગો આવતાં પુરૂષે જીંદગીથી જલદી કંટાળી જાય છે અને આપઘાત કરી નાંખે છે. કારણકે તેઓની જીવનશક્તિ જલદીથી તેડી નંખાય તેવી હોય છે, પણ સ્ત્રીઓના આપઘાત બહુ ઓછા હોય છે. કારણકે તેઓની જીવનશકિત બહુ ચીવટ હોય છે એટલે તેઓની જીવવાની ઈચ્છા બહુ જબરી હોય છે, તેથી તેઓ અતિશય દુઃખની વચ્ચે પણ જીવી શકે છે.
–ચાલુ