________________
૪૫
જીવનશકિતને મહિમા. ઝાડની ડાળ કાપી નાખ્યા પછી તે કાપેલી ડાળે બહુ જલદીથી સુકાઈ જાય છે અને કેટલીક જાતની ડાળ કાપ્યા છતાં પણ ઘણું મહીનાઓ સુધી સુકાતી નથી. તેમજ કેટલીક જાતના ઝાડની ડાળ ઉગી શકે છે અને કેટલીક જાતના ઝાડની ડાળે ઉગી શક્તિ નથી.
આ બધા ફેરફારનું કારણ જીવનશક્તિના ભેદે છે. એ જ પ્રમાણે કેટલીક જાતની વનસ્પતિનાં બીજ ટુંક મુદતમાં સડી જાય છે અને કેટલીક જાતનાં બીજ ઘણું મહીનાઓ સુધી સડતાં નથી. જેમકે આંબાની ગઠલી ત્રણ મહીના પછી ઉગી શકિત નથી; કારણકે તેમાં જે ઉગવાની શકિત છે તે જીવનશક્તિ છે. એ શક્તિ એટલી મુદતમાં બગડી જાય છે, પણ બીજાં કેટલીક જાતનાં અનાજ તથા બીજ એક વરસ સુધી ઉગી શકે છે, એટલી તેમાં જીવનશક્તિ વધારે હોય છે, અને રૂદ્રાક્ષનાં બીજ માટે જૂનાં ગ્રંથોમાં એમ લખેલું છે કે, સો વરસ સુધી તેના બીજે ઉગવાની શકિત જાળવી શકે છે. મતલબ કે કુદરત જેને જાળવી રાખવા ઈચ્છે છે તેને વધારે જીવનશકિત આપે છે અને જે ચીજ ઓછી અગત્યની હોય તેનામાં જીવનશકિત ઓછી હોય છે.
વનસ્પતિમાં જેમ જીવનશકિતના ભેદ છે અને જુદી જુદી જાતમાં તે ઓછી કે વધારે હોય છે, તેમજ ઘણી જાતનાં પ્રાણુઓની જીવનશકિતમાં પણ વધુ તફાવત હોય છેપણ એટલી બધી બાબતેનું લંબાણ કરવાની જરૂર નથી. ટૂંકામાં એટલુંજ જણાવવું બસ થશે કે, જગતમાં જે વસ્તુની કે જે પ્રાણુની કુદરતને ખાસ વધારે જરૂર લાગે, તેનામાં તે વધારે જીવનશકિત મૂકે છે, અને એ મહા નિયમ મનુષ્યને તથા દેવોને પણ લાગુ પડે છે. જે મોટા દેવો હોય તેઓમાં જીવનશકિત વધારે હોય છે તેથી તેઓનું આયુષ્ય વધારે હોય છે અને આયુષ્યને સંબંધ સદ્દગુણેની સાથે છે એ તે બધું સહેલાઈથી સમજી શકાય તેવી વાત છે.
સ્ત્રીઓ અને પુરૂષોમાં જીવનશક્તિને તાવત. તમે સાંભળીને અજબ થશે કે પુરૂષ કરતાં સ્ત્રીઓમાં જીવનશકિત ઘણી વધારે હોય છે. પુરૂષોની જીવનશકિત.તાણવાથી તુટી જાય તેવી હોય છે અને સ્ત્રીઓની જીવનશક્તિ તાણવાથી તુટે નહિ તેવી બહુ ચીવટ હોય છે. પુરૂષમાં જીવનશકિત બહુ સદાર હોય છે, છતાં પણ તે ખરાબ સંજોગો વચ્ચે ટકી શકિત નથી, અને સ્ત્રીઓની જીવનશકિત નાજુક હોય છે, છતાં પણ તે ખરાબ સંજોગોની વચ્ચે પણ ટકી શકે તેવી જાતની હોય છે. પુરૂષની જીવનશકિત અક્કડ હોય છે અને સ્ત્રીઓની જીવનશકિત સ્થાપક હોય છે. પુરૂષોની જીવનશકિત નિર્ભય થઈને ઉછળતી રહે છે અને સ્ત્રીઓની જીવનશકિત સલામતીને શોધતી રહે છે. પુરૂષની જીવનશક્તિ સીધેસીધી હોય છે અને સ્ત્રીઓની જીવનશક્તિ વાંકી ચુકી હોય છે. પુરૂષોની જીવનશકિત સરખી ધારાથી વહે છે અને . સ્ત્રીઓની જીવનશકિત કેઈ વખત ઝીંણ ને કઈ વખત મટી ધારાથી વહે છે. પુરૂ