Book Title: Stree Sukh Darpan 1917 04 Pustak 01 Ank 02
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 24
________________ સુખદર્પણ-શ્રાવિકા તરીકે તે મંત્ર શીખવા ધારે તો શીખી શકે કે નહીં?” ઉદયને મસ્તક નમાવી હકારમાં ઉત્તરવા અને પુનઃ પિતાના ધ્યાનમાં નિમગ્ન થયો. તે પછી એક સ્ત્રી તમારી પાસે મંત્રવિદ્યા શીખવા આવશે, જો કે તેણે બહુજ બેડોળ અને કદરૂપી છે તો પણ કેવળ નારીજાતિ હોવાના કારણે તે તમારી સામે સાક્ષાતરૂપે બેસી શકશે નહીં. તમારી અને એની વચ્ચે એક પડદો રહેશે.” એટલું કહી પ્રોત ત્યાંથી ચાલી નીક. જતાં જતાં તે મનમાં બોલ્યા કે-“એકવાર મંત્ર પ્રાપ્ત થઈ જાય એટલે બસ, પછી તો તેને અહંકાર ઉતાર એ બહુ મુશ્કેલ નથી.” રાત્રીને શ્યામ પડદો પૃથ્વી ઉપર પથરાતે હતે. કુમારી વાશુલદરા આરસ પથ્થરના એક રમણીય હાજમાં પદ્મયુગલ સરખાં બે ચરણે પાણીમાં બોળી પાણીની સાથે રમત કરી રહી હતી. સ્કટિક જેવું સ્વચ્છ જળ રાજકન્યાના સુકોમળ શના સ્પર્શ સુખથી અધિકાધિક ઉછળી રહ્યું હતું. સંધ્યાનો અંધકાર ચંદ્રના ભયથી વૃક્ષ અને કુલ નીચે સંતાઈ જવાનો પ્રયત્ન કરતો હતે. રાજા પ્રતને પિતાની પાસે ઉભેલા જોઈ કુમારી બોલી ઉઠી કે– પિતાજી! જુઓ તો ખરા! આ જળ કેવી નિર્દોષ ક્રિડા કરી રહ્યું છે? આ ન્હાનાં પક્ષીઓ કે મધુર કલરવ કરી રહ્યાં છે ! આ ચંદ્ર પણ કેવું મંદસ્મિત કરી રહ્યો છે? આ સ્વાભાવિક આનંદ રહેવા દઈ તમે મારામારી અને કાપાકાપીમાં કેમ આનંદ માની લેતા હશે?” રાજાએ કિંચિત ગુસ્સાથી જવાબ આપે:–“સાંભળ! વાશુલ! તારા ચાંદને, પક્ષીઓને અને ફલેને નરકની ઉંડી ખાઈમાં જવા દે! મને તારી એવી છોકરવાદી બીલકુલ ગમતી નૈથી.” “ભલે, ન ગમે તે કાંઈ નહીં, પણ એક ગાયન તે સાંભળી ,” એમ કહેતાંની સાથે જ કુમારીએ એક સ્વગીય સંગીતને પ્રારંભ કરી દીધો! પુત્રીના આવા લાડ માટે રાજા મનમાં જે કે બહુ ક્રોધે ભરાયો હતો, તોપણ એક નિર્દોષ બાલિકાના સ્નેહનું સંગીત બંધ કરવાની હિંમત કરી શક્યા નહીં.“એક ઘણીજ જરૂરની વાત કહેવા માટે હું અહીં આવ્યું છું” એમ તેને પ્રત્યેક ક્ષણે લાગતું, તોપણ “આ કડી પૂરી થાય એટલે બંધ કરવાનું કહે” એવા વિચારથી શાંત બેસી રહ્યો, એક પછી એક એમ ગાયનની કડીઓ આગળ લંબાવા લાગી, પરંતુ રાજાના મુખમાંથી નિષેધની આજ્ઞા વ્હાર નીકળવા પામી નહીં! રાત્રીને પ્રભાવ વિસ્તરવા લાગ્યા, ગાયન ડી વારે બંધ થયું, પરંતુ ગાયનની પ્રબળ અસરે આસપાસના વિશ્વમાં જે મધુર સંગીત ઉત્પન્ન કર્યું હતું તેને અંત આવ્યું નહીં. ઉપવનના વૃક્ષો અને પુષ્પોમાંથી પણ એ સંગીતનાં પ્રતિષ્યનીઓ આવવા લાગ્યા, સંગીત બંધ થવા છતાં ઘણીવારે રાજા પ્રોત જાગૃત થયે, પરંતુ તે વખતે કુમારી ત્યાં નહતી, તે તે ગાયન બંધ કરી ક્યારનીયે ત્યાંથી ચાલી નીકળી હતી! ' 1 ચાલુ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40