________________
૫૬
સુખ દર્પણ-શ્રાવિકા. સ્વીકારે અને હારી રંભાને રેળી ન નાખે.” “રાંડ, હારૂં મેત આપ્યું લાગે છે. હને પૈસાની દરકાર નહિ હેય, હારે વહેવાર ચલાવવું પડે એટલે તેની કીંમત હું કરી શકું. તું પડી ભણેલી છે, તે વરની સામે બોલવા માટે હશે? જા લુચી હારૂં ડહાપણ મને નથી જોતું. જે વસ્તુ હારી છે તેને ગમે તે ઉપયોગ કરવા મને સત્તા છે. નાહક પતિ સામે બેલી નર્કમાં જવાનો રસ્તો લે નહિ, અને હારી આજ્ઞા સ્વીકારી રંભાને સારાં વસ્ત્રથી સજ્જ કરી મારી સાથે મેડી ઉપર મેકલ; કે સાટું નક્કી કરી શકાય.” “ક્ષમા કરે. એવી અઘટિત આજ્ઞા મહારાથી નહિ સ્વીકારાય. કદી તમે સગપણ કરશે, તોપણ મારી લાડકવાયી પુત્રીને યંગ્ય પતિ સિવાય હું પરણાવવાની નથી.” સાવિત્રીએ કહ્યું. “ચંડાળ ! શું તું હારા પર સત્તા બતાવે છે? હું હારે ધણી છું, તને આવી છુટથી બલવાને અધિકાર શું ? મેમાને ઉપર રાહ જોઈ રહ્યા છે, જલદી મારી ઇચ્છાને તાબે થા. એમ કહી હસ્તપ્રહાર કર્યો. તુર્તજ સાવિત્રી હૃદયના અને શરીરના બેવડા દુ:ખથી મૂછો પામી. આ દ્રશ્ય જોયા પછી વેણુગૈરીથી છુપુ રહી ન શકાયું. તુર્તજ પ્રકટ થઈ તે રૂમમાં દાખલ થઈ અને બોલી. “અરે!! પૈસાને પરમેશ્વર માનનાર ઘાતકી મથુરા હારું હૃદય કેટલું ઘાતકી છે? પૈસાના લોભથી હારી સુકોમળ વ્હાલી પુત્રીને વિક્રય કરવા તૈયાર થયેલ છે તે વ્યાજબી છે? અરે દુષ્ટ સ્વભાવના શેઠ! તને કેટશ: ધિક્કાર છે. આવી સુકમળ કુસુમકલીને છુંદી નાંખતાં તને કંઈ દયા આવતી નથી ? કંપારી છુટતી નથી? ગાત્ર થરથરતાં નથી ? મ્હારા કહેવા પર ધ્યાન આપ. હારી કન્યાનું જીવતર બગડશે, લેકમાં હાંસી થશે. તને મોટી ઉમ્મરે કીડા પડશે, અત્યંત દુ:ખી થઈ મરણને શરણ થઈશ. અત્યારે હારી બુદ્ધિ પૈસા પાછળ જડ થઈ ગઈ છે. પૈસાને જ તું શ્રેષ્ઠ માની તારે જમાઈ ગુણ હો કે અવગુણું, ડહાપણવાળો હા કે મૂર્ખ હો, સદાચારી હો કે દુરાચારી છે તેને વિચાર કરતા નથી, ઉમ્મર નિહાળતું નથી, સુંદરતા તપાસ નથી, જાતિ કે કુળનું અવલોકન કરતા નથી, માત્ર પૈસાને જ તું નિહાળે છે. ત્યારા કેટલા અધમ વિચાર? રંભા જેવી કુમારિકા તારા ઘરે જન્મી એજ એના દુર્ભાગ્યની વાત છે. હારા જેવા પાપીને ઘેર એ પવિત્ર રત્ન તુલ્ય કુમારીકાને જન્મ ન હોય?
મથુરદાસ આ સાંભળી એકદમ કોધિત થઈ ગયો અને બે. માસ્તરાણી ! ઝાઝું ડહાપણ કર માં. હને પારકા ઘરમાં પ્રવેશ કરવાની કેણે પરવાનગી આપી? રંભા તારી પાસે ભણે છે એમ ધારી આગળ પગલાં લેતું નથી. નાહક કંઈ સામી પડેલ આ (સાવિત્રી)ની સ્થિતિમાં આવી પડીશ. “શેઠ માફ કરે, કેલસા હોય તેને સાબુથી દેતાં પણ કાળા જ રહે છે. હારાં વાક પછી યાદ આવશે. સાવિત્રી જેવી સતીને નિર્દય થઈ અનાદર કર્યો છે પરંતુ યાદ રાખજે કે ભવિષ્યમાં પસ્તાવું પડશે.” એમ કહી વેણુગારી સાવિત્રીને પંખો નાંખવા લાગી.