________________
વરકન્યા-વાશુલદત્તા.
9 વરકન્યા- વાશુલદત્તા
હ
(લે. સુશીલ-શિવસદન-મઢડા.)
(ગતાંક પૃષ્ટ ૨૫ થી ચાલુ)
રાજા ઉદયન ક્રમે ક્રમે ગાઢ અરણ્યમાં આવી પહોંચ્યો. લગભગ એક પહાર વ્યતીત થઈ ગયે હશે. આવા નિબિડ વનમાં પ્રવેશ કર એ રાજા ઉદયન સિવાય અન્યને માટે સંભવિત નથી. ગાઢ ઝાડીને લીધે સૂર્યનો પ્રકાશ પણ ભૂતળ સુધી પહોંચી શકતો નથી. માત્ર કોઇ કોઇ સ્થળે બે પાંદડાની મધ્યમાં થઈને પ્રકાશ પૃથ્વી ઉપર આવી શકે છે. રાજાને આ વનને છેક નવો અનુભવ ન્હોતે. તેણે પોતાની સાથે કોઈ નેકર-ચાકરને લેવાનું પણ ચગ્ય ધાર્યું નહોતું. કારણકે પોતાની શક્તિ તથા બુદ્ધિ ઉપર તેને સંપૂર્ણ વિશ્વાસ હતો. અતિ દૂર પહોંચ્યા પછી રાજા સહેજ આરામ કરવાનો વિચાર કરે છે, એટલામાં સંખ્યાબંધહાથીનાં પદચિહે તેની નજરે પડ્યાં. ઉદયને શ્રમ સફળ થવાનો સમય નજીક આવી પહોંચેલ જેમાં હર્ષમાં જ તે તરફ પોતાને ઘેડે મારી મૂક. કિંચિત્ દૂર નીકળી જતાં એક હાથીને પાછલે ભાગ દ્રષ્ટિગોચર થાય. હાથી પ્રાણુભયે વેગપૂર્વક દેડી જતું હોય એ રાજાને આભાસ થયા. તેણે તુરતજ બૂમ મારી અને વાઘોષ જેવા સ્વરમાં કહ્યું કે:-ખરદાર ! આગળ ન જતો !” હાથી મંત્રમુગ્ધ સર્પની માફક ઉભું થઈ રહ્યો એટલું જ નહીં પણ તેની સુંઢ-પગ કે કાન સુદ્ધાં ગતિરહિત થઈ ગયાં ! જાણે પટ ઉપર ચિત્રેલું એક ચિત્રજ હોયની કેમ ? રાજાએ હાથીના પાસે જઈ તેના પગમાં એક જળ નાંખી દીધી. રાજા ઉદયન હાથીને પિતાના અંકશ નીચે લાવે તે પહેલાં તે તે બનાવટી હાથીના ઉદરમાંથી પાંચસો સૈનિકે બહાર નીકળી આવ્યા ! એક નહીં બે નહીં પણ પાંચસે સૈનિકે ! તે બધાએ મળી રાજા ઉદયનને ઘેરી લેવાનો પ્રયત્ન કર્યો. રાજા તે ઓ ઇદ્રજાલિક દશ્ય જોઈ થોડી વાર સ્તબ્ધ જ થઈ ગયે, તેના હાથ પગ શિથિલ થઈ ગયા ! એક સૈનિકે જ્યારે રાજા પાસે આવી તેના હાથ–પગમાં લેઢાની મજબૂત કડીઓ પહેરાવવા હાથ લાંબો કર્યો, ત્યારે જ રાજાની મેહનિદ્રા ઉડી! તક્ષણ તે સાવધ થયો અને હાથમાંની એક મજબૂત લાઠીની સહાયથી પેલા સૈનિકને દશ હાથ દૂર ઉરાડી મુક્યું ! નિમેષમાત્રમાં તેણે મ્યાનમાંથી પોતાની તલવાર બહાર કાઢી. રાજા ઉદયન ઘણે સરળ, શાંત અને ભવ્યાત્મા હતો, તોપણ