________________
પૂર્વ
સ્ત્રીસુખ દ ણુ-શ્રાવિકા.
યુદ્ધ વેળા કાઇથી પાછે હૅઠે તેવા ન્હાતા. વસ્તુત: તે એક વીર શિરોમણી હતા. ચક્રની માફ્ક ઉદયનની તરવાર ચાતરમ્ ઘુમવા લાગી, જો કે અતિ શ્રમને લીધે, ભુખ અને તૃષાની વેદનાને લીધે તેમજ ઘેાડા વખત ઉપરના પશ્ચાત્તાપને લીધે ઘણા નિરાશ અને મદ્ય બની ગયા હતા, તાપણ પેાતાના માહુબળને વિદ્યુતના જેવી ક્ષિપ્રતાના અને મત્રશક્તિ જેવી સચાટતાના શત્રુસૈન્યને પરિચય આપવા લાગ્યા !જોતજોતામાં મસા સૈનિકાના મસ્તક ધરણી ઉપર પડ્યાં. આગળ જ કહેવાઈ ગયું છે કે સૈન્યસંખ્યા કઇ એકસા કે અસેાની ન્હાતી ! તે ઉપરાંત ઉડ્ડયન ગમે તેવા શૂરવીર હાય તાપણુ આખરે તે તે મનુષ્ય જ હતા ! મનુષ્યની શક્તિનું માપ હોય છે ! મનુષ્યની સહનશક્તિની પણ સીમા હોય છે ! તે શકિત અને સહનશીલતા ક્રમે ક્રમે ક્ષય પામી, રાજા ઉડ્ડયન જે અત્યાર સુધી પાંચસે સૈનિકેામાં ત્રાસ વર્તાવતા હતા તે મૂતિ થઇ ધરણી માતાના ખાળે પડી ગયા. માકી રહેલા સૈનિકા તેને પકડી કેદ કરી અવન્તિ રાજ્યમાં લઇ ગયા.
( ૫ )
જે રાજા ઉડ્ડયનની યશ:પ્રભા પાસે અવન્તિરાજ-પ્રદ્યાતની યશ:જ્યેાતિ મ્લાન જેવી થઇ પડી હતી, જેની કીન્તિકથા અવન્તિરાજને એક ખાણ જેટલી પીડા આપતી હતી, જેનું નામ પણ શત્રુની દયા જેવું કડવું ઝેર થઇ પડયુ હતુ, જેને પ્રભાવ ગરીબના ઐશ્વર્યની માફક પ્રદ્યાતને ઉન્મત્ત બનાવી મુકતા હતા, તે રાજા ઉડ્ડયન આજે પ્રઘાતના કારાવાસમાં કેદી તરીકે સપડાયેલા છે. પ્રદ્યાતના મુખ ઉપર વિજયની પ્રભા પ્રકાશી નીકળી છે, નગરવાસીઓ પણ રાજાના સુખેસુખી બની આનંદ-ઉત્સવ કરવા મંડી પડ્યાં છે. સમસ્ત રાજ્યમાં આમા–પ્રમાદના બળવાન પ્રવાહ વહેવા લાગ્યા, રાજ્યના સઘળા સ્ત્રી-પુરૂષષ એ પ્રવાહમાં સ્વચ્છ દે જણાવા લાગ્યા. ઘેર ઘેર કૌશાંખી રાજની મશ્કરી અને ચર્ચા થવા લાગી. સમસ્ત રાજ્યમાં માત્ર એકજ એવી વ્યક્તિ છે કે જે આ આમેદ-પ્રમાદમાં કે ચર્ચા-મશ્કરીમાં ભાગ લઇ શકી નથી અને તે બીજી કાઇ નહી પણ અવન્તિ રાજુની વીરપુત્રી રાજકુમારી વાશુલદત્તા છે. તે નીરવ, શાંત અને ગંભીરજ રહી છે, એક મનુષ્યના પરાજય નિમિત્તે આટલે ઉત્સવ–આમેાદ કરવા, એક રાજ્યની અપગતી કરી અન્ય રાજ્યે આટલા વિનાદ કરવા, એક માણસે છેતરપીંડી. કરી અન્ય માણુસનુ સત્યાનાશ કહાડવું તે માટે તેની વાહવા ગાવી એ બધું સરળા કુમારી વાશુલદ-તાને ખીલકુલ ગમ્યુ નહીં. તે પોતાના કામળ કરની અંગુલીએ સુડાળ ગાલ ઉપર રાખી મારીમાં બેઠી બેઠી કંઈક વિચારી કરતી હોય તેમ જણાય છે. તેણી શુ વિચાર કરતી હશે ?
“ મનુષ્ય ભલે પેાતાને હિંસક પ્રાણીઓથી ભિન્ન માની લે, પણ વસ્તુત: તેના જેવું હિંસ્ત્ર પ્રાણી ભાગ્યેજ આ મ લેાકમાં હશે. સંસારની પ્રત્યેક સામગ્રી ધન, જન, માન, યશ એ સર્વ ક્ષણભંગુર છે એટલુ જાણવા છતાં મનુષ્યા શા માટે