________________
વીરકન્યા વાયુન્નદત્તા.
પા
અન્યાય અને અત્યાચાર કરવામાંજ પેાતાનુ અમૂલ્ય જીવન વીતાડી દેતા હશે ? ક્ષણિક જીવનની કલ્પિત સુખ સામગ્રી સંચિત' કરવા મનુષ્યે શા માટે અનતકાળની યથાર્થ સુખસામગ્રી ગુમાવી બેસતા હશે? જીવનને શાંતિ, અનંદ અને સતાથી અમૃતમય કરવાને બદલે વિવાદ, કલેશ, દ્વેષ-ઇર્ષા આદિધી શા માટે કડવું. ઝેર જેવુ બનાવી દેતા હશે ? મનુષ્ય એ કેટલું બધું પામર પ્રાણી છે ? આ બે-ચાર દીવસનુ જીવન કદાચ દુ:ખમય હોય તે પણ શા માટે તે સહન નહીં કરી શકતા હાય ? મનુષ્ય પ્રાણી આટલું અધુ કાયર અને ભીરૂ હોય છે તે તે મે આજે જ જાણ્યું ? માત્ર મનુષ્ય જાતિમાંજ એવી દુર્બળતા ક્યાંથી પેસી ગઇ હશે ? યુકિત વાદીઓ કહે છે કે, જેવાની સામે તેવા થવું એ જ ઉચિત છે, આ વાત મારે ગળે ઉતરતી નથી. જો અન્યાયીની સામે અન્યાય કરવા ઉચિત હોય તેા પછી મનુષ્યમાં અને જડપદાર્થ માં શું ભેદ રહે ? એક પથ્થર પણ આઘાતને પ્રત્યાઘાત મનુષ્ય કરતાં ઘણી સારી રીતે વાળી શકે છે. તેા પછી મનુષ્યાનુ મનુષ્યત્વ કયાં રહ્યું ? બદલે લેવા, વાસના તૃપ્ત કરવી એજ જે મનુષ્ય-જીવનના ઉદ્દેશ હાય તેા પછી મનુષ્ય અને માંસાહારી પશુમાં શું ભેદ ? પોતાના સ્વાર્થને આઘાત લાગવા છતાં જેએ આકાશની માફક નિષ્કપ અને અચળ રહે છે, વિકાર પામવાના અનેક હેતુઓ પ્રાપ્ત થવા છતાં જે પ્રકાશની માફ્ક નિર્વિકાર રહે છે, સડા ઉપદ્રવેાની મધ્યમાં રહેવા છતાં જેઓ હીમાચળની માફક સ્થિર રહે છે તેએજ યથા મનુષ્યેા છે, તેએજ યથાર્થ વીરપુત્રા છે. અને તેઓના અવતરણુથીજ આ માનવલાકનું ગૈારવ છે. ખરેખર આપણે બહુ દુર્બળ અને ભીરૂ છીએ. આ આપણી દુર્મળતા કયારેદૂર થશે?” આ પ્રમાણે વિચાર કરતી વાશુલદત્તા અશ્રુધારા વર્ષોવવા લાગી.
ધીરે ધીરે સન્ધ્યા આવી પહોંચી, અસ્ત પામતા સુર્યની સ્વર્ણમય છટા ક્રમે ક્રમે અદ્રશ્ય થવા લાગી. પશુ-પક્ષીઓના સમુહેા અની શકે તેટલી ત્વરાથી પેાતાના આવાસ શોધવા લાગ્યાં. પક્ષીઓ કલરવ કરતાં પેાતાના માળામાં ભરાયાં.
અવન્તિરાજની રાજસભા પણ મરખાસ્ત થવાની તૈયારીમાં છે. ભાટ-ચાર@ાએ રાજાની કીર્ત્તિ ગતિ લલકારવી શરૂ કરી, સૈનિકાએ અવન્તિ રાજની જય સૂચવનારા ધ્વનીઓ કર્યો, પડિતાએ આશિર્વાદ આપ્યા, મડારાજાએ નિત્ય નિયમ પ્રમાણે દરિદ્રા-કં ગાળેા અને ભિક્ષુકાને મુસ્તહસ્તે દાન આપવા માંડયુ, વફાદાર અધિકારીઆને ચેાગ્યતાનુસાર ઇનામ વિગેરે આપવામાં આવ્યાં, છેવટે મત્રીએ ઉભા થઈ ગંભીર અવાજે રાજ આજ્ઞાની ઘેાષણા કરતાં જણાવ્યું કે:— આજથી સાતમા દીવસે પ્રાત:કાળે શાંખીના રાજા ઉદયને રાજચક્રવતી અવન્તિનાથની વિશ્ર્વમાં જે આચરણ કર્યું છે, તે બદલ તેને શૂલીએ ચડાવવામાં આવશે. ” શજાના આવા આદેશ સાંભળી અનકે ચિંતામાં પડયા, અનેક ખુશી થયા અને અનેકા રાજાની નિંદા કરતા સણામાંથી મહાર ચાલ્યા ગયા. સભા મરખાસ્ત થઇ.