Book Title: Stree Sukh Darpan 1917 04 Pustak 01 Ank 02
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 14
________________ શ્રીસુખ દર્પણ-શ્રાવિકા. શક્તિને મદદ કરે છે; આવી જીવનશક્તિ અમૂલ્ય છે. કારણકે જીવનશક્તિ એ આત્માની અને અનંતતાની શક્તિ છે અને જીવનશક્તિ વડેજ જગતનાં સૌ પ્રાણીયેની તથા સૈ વસ્તુઓની હયાતિ છે માટે જીવનશક્તિને જેટલો મહિમા સમજીએ તેટલે થોડે જ છે. આ જગતમાં અને આ જીંદગીમાં જે કાંઈ મેળવવા લાયક છે, તે જીવનશક્તિની મદદવડે જ મેળવી શકાય છે.. જીવનશક્તિની મહત્તા સમજવા માટે આ વાત પણ જાણવી જરૂરની છે કે, જગતમાં આ જીંદગીમાં જે કાંઈ મેળવવા લાયક છે તે બધું જીવનશક્તિની મદદ વડેજ મેળવી શકાય છે, માટે મહાત્માઓ એમ કહે છે કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વસ્તુઓ આ જગતમાં ને આ જીંદગીમાં મેળવવા લાયક છે, કે જે ચારે વસ્તુઓ ઉત્તમ જીવનશક્તિની મદદથી જ મળી શકે તેમ છે. કારણ કે જેની જીવનશકિત ઢીલી–પિચી હોય; જેની જીવનશક્તિ દબાઈ ગએલી હોય, જેની જીવનશક્તિના વિભાગ પડી ગયા હય, જેની જીવનશક્તિ પરાણે પરાણે ટકી રહી હોય, તેનાથી ખરે ધર્મ કેમ બની શકે? તેનાથી ઘણે અર્થ કેમ મેળવી શકાય? તેનાથી વિધિસર કામને કેમ ભેગવી શકાય? અને એ ત્રણે વસ્તુ સિદ્ધ ન થાય, તે મોક્ષનાં તે દર્શન પણ ક્યાંથી થાય? પ્રથમ શરૂઆતનાં ત્રણ પગથીયાં ચલ્યા વિના મેક્ષની છેલી ચેથી ભૂમિકાને તે ખ્યાલ પણ ક્યાંથી આવી શકે? અને એ વિના તે જીદગી ફેગટજ ગણાય. આવું જીવનશક્તિમાં બળ છે, માટે હવે આપણે એ જાણવું જોઈએ કે, આવી અમૂલ્ય જીવનશક્તિની સાથે સ્ત્રીઓને શું સંબંધ છે? કારણકે આ વેળાને હેતુ સ્ત્રીઓની જીવનશક્તિ અને તેઓના રેગો” એ છે. અને એ હેતુ કાંઈ જે તે કે નાને સુને નથી, માટે મહાન જીવનશક્તિની સાથે સ્ત્રીઓને કે સંબંધ છે તે આપણે જાણવું જોઈએ. જગતના સૈ માં, દરેક વનસ્પતિમાં અને દરેક સ્થલ વસ્તુઓમાં અલકિક જીવન શકિત અજબ જેવી રીતે રહેલી હોય છે, પણ તેમ છતાં કેટલીક ચીજોમાં જીવનશક્તિ ઘણી વધારે હોય છે અને કેટલીક ચીજેમાં તે બહુ ઓછી હોય છે. જેમકે કેટલીક જાતની વનસ્પતિ એવી નાજુક હોય છે કે તેને જે પોષણ ન મળે તે તે થોડા વખતમાંજ કરમાઈ જાય છે. અને કેટલીક જાતની વનસ્પતિ એવી હોય છે કે તે સહેલાઈથી સુકાતી જ નથી. એ માટે ગૃહસ્થોને ઘેરે રાખેલાં કેટલીક જાતનાં ફુલનાં કુંડાંઓ અને હાથલા થોરને દાખલે જાણવા લાયક છે. એ કુલેમાં કેટલાંક એવી જાતનાં હોય છે, કે જેઓને એક દિવસ પાણી ન મળે તે પણ તે કરમાઈ જાય છે અને શેરમાં હાથ, કંટાળો વગેરે કેટલીક એવી જાત હોય છે કે જેઓને મહીનાઓના મહીના સુધી પાણી ન મળે તે પણ તે જીવી શકે છે. કેટલીક જાતનાં

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40