Book Title: Stree Sukh Darpan 1917 04 Pustak 01 Ank 02
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press
View full book text
________________
૪૨
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા.
બાળ લાલ,
(સં. સા. કુમુદ, પાદરાકર)
ઝીણા ઝરમર વરસે મેહ –એ રાગ. સખે ! વાત એક રૂડી રૂપાળી રે-બાળ મહારે બાલુડા ! એની આંખલડિ અણિઆળી રે—બાળ મહારો બાલુડા ! ઝીણી ઝીણી નજરોએ આછું આછું જેતે, કાળજડાં હરી લેતો રે, દાડેમ કળિ શા દાંત બિરાજે, ઝીણું ઝીણું મરકી દેતા રે—બાળ૦ ન્હાનકડી નાજુકડી પગલી (જાણે) અળતાથી રંગેલી રે ! કુમ કુમ વેરે ઘર આંગણુ ભરી દે, નાચની મચાવે જ્યારે હેલિ રે—બાળ૦ સખિરી! સજાવું રૂડાં ઝભલાં ને વાઘા, શોભતાને કાજે રે ! મેર પીછાંની એની ટેપી રૂપાળી, અન્ય કનઈ કાલે રે—બાળ૦ પ્રભુ બાળકના મરકવવેથી, વરસે ઝરમર મોતી રે; પ્રભુને સંભારું હારા બાળુડીઆમાં, પ્રભુના રૂપને જોતી રે—બળ૦ ખાવા પીવાનું એને ભાન મળે નહીં, હસતી પુતળી રૂપાળી રે; જીવન બગિચે ઝુકી રહેલી, કુલ ગુલાબની ડાળી રે બાળક બાલુડો નર્યો ગાંડા ઘેલો, પોપટ સરખું બોલે રે, વારી જાઉં વાર હઝાર નંદનીઓ, ડાલાવે ને ડોલે રે—બાળ

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40