________________
સુખ દર્પણ-શ્રાવિકા. જાણે પવિત્ર ૩કાર મંત્રના શિખર ઉપર સભાગ્યવતી ભારતદેવી હાથમાં ત્રિશૂળ ગ્રહીને ઉભાં છે. જેના ઉદરમાં પૂર્વ આર્યવીરે અને આર્ય રમણીઓએ પિતાને પ્રતાપ વિસ્તારી મહાન શક્તિનું ચેતન્ય જાગૃત કર્યું હતું એવી આ ભારતમાતા સાંપ્રતકાળે પિતાના સંતાનને ભિન્નભિન્ન જાતિ અને વિવિધ ધમધ ભાવથી છિન્ન ભિન્ન થયેલાં જોઈ, તેમજ તેમાં પ્રવર્તેલ વિવેકહીનતા, નિર્બળતા અને સ્વાથધતા વગેરે અનુચિત આચરણે જોઈ તે મહાદેવની મુખાકૃતિ ખિન્ન થએલી દેખાય છે. પ્રિય બહેને, એટલું જ નહિ પણ આ મહાદેવના આશ્રય નીચે ઉછરેલી પ્રાચીન આર્ય મહિલાઓ કે જેઓએ પૂર્વે ભારતની જ્ઞાનગંગામાં સ્નાન કરી મૂર્તિમતી શારદા રૂપે થવાનું માન મેળવ્યું છે, શીલધર્મના શિક્ષણની ભાવનાને ઉચ્ચ સ્થિતિએ લાવી પોતાના સતીત્વનું ગૌરવ ગજાવ્યું છે અને ઉજવળ કુળદીપિકા બની આર્યગ્રહ સંસારને દીપાવ્યું છે, તેમના સંતાનની આ સ્થિતિ જોઈને માતાના વદન ઉપર ગ્લાનિની છાંયા દેખાય છે.
પ્રિયહેનો, આ પુણ્યભૂમિની અધિષ્ઠાત્રી મહાદેવના પ્રણવ આસનની નીચે સમગ્ર સૃષ્ટિ આવી રહેલી દેખાય છે, કે જેની ઉપર વિશ્વનું રક્ષણ કરનારૂં ત્રિશૂળ પ્રકાશિત થઈ રહેલું છે. - પ્રિય આર્ય બહેને, આ પવિત્ર પ્રણવની બીજી તરફ આપણું બ્રીટીશ સામ્રાજ્યને વિજયી વાવટા ફરકે છે, તે શાંતિ, સાહસ અને સતત ઉદ્યમનું સૂચન કરે છે. તે તરફ મહાદેવી સપ્રેમ દષ્ટિએ જોઈ જાણે સૂચવતી હોય, કે પ્રતાપી રાજ્યની છાયામાં રહી આપણું ગૃહસ્વરાજ્યને અધિકાર મેળવવાને આપણે ભાગ્યશાળી થઈ શકીએ તેમ છે. એ અધિકારને માટે જોઈએ તેટલી કેળવણી, ધર્માચરણ, આચારશુદ્ધિ અને વિચારના વિકાસનાં સાધને મેળવવાને હાલ મહાયુગ પ્રવર્તે છે. વળી એ વિજયી વાવટાના ચતુરસ્ત્ર મંડળમાં મહાસાગર ઉપર સત્તા ધરાવનાર બ્રીટીશ રાજ્યના નિકાબળનું સૂચન જણાય છે જે આપણું મુસાફરીને નિર્ભય કરે છે.
આ સંસારસાગરની સપાટી ઉપર સફર કરતા નાવને સાધ્ય બંદરે પહોંચાડવા માટે નાવિકારૂપ નારીઓ છે. શાસ્ત્રો કહે છે કે –
સદ્દગુણને સઢ જ્યાં ચઢે, શીળ સુકાની થાય;
નારી નિર્મલ નાવથી, ભવનિધિ પાર પમાય. પ્રિય બહેન, બ્રીટીશ સામ્રાજ્યના વિજયી વાવટા નીચે મધ્ય ભાગે જે પતાકા ફરકે છે, ત્યાં ભારતવર્ષના મહાપુરૂષે એકત્ર થઈ સ્વદેશસેવાના મહાવ્રતને ઉજવતા તમારા સ્વાયની રાહ જુએ છે. તે તરફ દષ્ટિ કરું છું, ત્યારે આપણું કર્તવ્ય માટે આપણે શાંત સુઈ રહેલ હતાં તે જાણે મને બહુ લાગી આવે છે. અને જાણે ભારત દેવી પિતાના વામ લેચનને વિશાળ કરી તથા દક્ષિણ ચનને અર્ધ મીંચી આપ