________________
૧૩૧
» દોમોટુ
* એમનામાં જે એકસરખી અનેક ખાસિયતો છે તે બધી વિશે તો કહેવાનું આ સ્થાન નથી; છતાં તેમની પારસ્પરિક એકમૂલકતાનો સ્પષ્ટ ખ્યાલ આવે તે સારુ તેમના કેટલાક શબ્દો આ નીચે નોંધી બતાવું છું સંસ્કૃત પતિઃ ગ્રીક પોતિ લેટિન પોતિસ લિથુઆનીઅન પતઈસ - અપિ " એપિ પિબામિ
બિબો • ભરામિ ફેરો
ફેરો આર્મેનિયન બેરેમ ” ત્રયઃ ” બેસ્ટ
સ દમ:
દોમુસ્ સ્લાવ દમ્ ” પાદમ ” પોદ
પદેમ ” ધુમઃ ” થેમોસ્ટ ” ફેમુસ્ લાવ ઘણુ
રુધિર ” એગ્રોસ ” બેર (સંસ્કૃત સિવાયની બીજી બીજી ભાષાઓના જે એકસરખા શબ્દો ઉપર દર્શાવ્યા છે તેમને હું શુદ્ધ રીતે અહીં આપણું ગુજરાતી લિપિમાં ઉતારી શક્યો નથી એથી અહીં બતાવેલા શબ્દો દ્વારા તેમનાં શુદ્ધ ઉચ્ચારણું કરી શકાય એમ નથી.)
તે તે ભાષાનાં નામો પ્રજા ઉપરથી કે દેશ ઉપરથી પ્રચલિત થયેલાં છે. ઉત્તરમાં વસનારાઓની ભાષાનું નામ ઉદીચ્ય ભાષા, પૂર્વમાં વસનારાઓની ભાષાનું નામ પ્રાગ્ય ભાષા, મધ્યપ્રદેશમાં વસનારાઓની ભાઈ નામ મધ્યદેશીય ભાષા. એ જ રીતે મગધ દેશની માગધી ભાષા, શરસેન દેશની શારસેની ભાષા, પિશાચ દેશની પશાચી ભાષા, અવંતી દેશની ભાષા અવંતિજ, સુરાષ્ટ્રની સૌરાષ્ટ્રી, મહારાષ્ટ્રની મહારાષ્ટ્રી, વિદર્ભની વૈદર્ભ, ગ્રેઈક નામની પ્રજાની ટોળીની ગ્રીક ભાષા, લેટિનમ નામના કની લેટિન ભાષા, આયૉની ઈરાની ભાષા, લોકોમાં પ્રચલિત ભાષાનું નામ લૌકિક ભાષા.
આ રીતે ભાષાના નામકરણની ઘણી પ્રાચીન પ્રથા છે, આમાં ક્યાંય સંસ્કૃત ભાષા, પ્રાકૃત ભાષા કે અપભ્રંશ વા અપભ્રષ્ટ ભાષા આવાં નામ મળતાં નથી. મહાભાષ્યકાર જેવા કટ્ટર સનાતની પુરોહિતે પણ સંરક્ત નામે ભાષાનો ઉલ્લેખ કરેલો નથી. ત્યારે અહીં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે એ નામો આવ્યાં શી રીતે ? એ નામોનો ઉદ્દભાવક કોણ? આનો ઉત્તર અતિસંક્ષેપમાં આમ આપી શકાય:
થોડા સમય પહેલાં આપણા દેશમાં રાજશાહી હતી, તેનો અને તેની અતિસંકુચિત પ્રકૃતિનો આપણને અનુભવ છે. જે લોકો માત્ર પોતાની જ જાતને નરી સુખી સુખી જેવા વા કરવા ચાહે છે તેમને પોતાના ભાઈઓ તરફ પણ જુલમગારની પેઠે વર્તવું પડે છે, માટે જ તે સુખાર્થીઓની પ્રકૃતિ અતિ સંકુચિત બની જાય છે. એવી રાજશાહી જેવી જ આશરે બેત્રણ હજાર વરસ પહેલાં આપણા દેશમાં પુરોહિતશાહી ચાલતી હતી. માણસ માત્ર સમાન હકના અધિકારી છે એ નિયમને નહીં સ્વીકારી તેણે પોતાની જાતને સૌથી ઉત્તમ કલ્પી અને બીજી તમામ જનતાને પુરોહિતો માત્રથી ઊતરતી ગણી, આ સાથે તે પુરોહિતશાહી એ જ પોતાની ભાષાને પણ ઉત્તમ કોટિની માની અને બીજી આમજનતાની ભાષાને અનુત્તમ કોટિની કહી અર્થાત તે પ્રાચીન પુરોહિતવિપ્રોએ પોતાની ભાષાને સંરક્ત એવું નામ આપ્યું અને જનતાની ભાષાને પ્રાકૃત અથવા અપભ્રષ્ટ કે અપભ્રંશ નામ આપ્યું. એવો આ સંસ્કૃત પ્રાત વા અપભ્રંશ નામોની પાછળ વર્તમાનમાં તો ઘણું આવે એવો ઇતિહાસ છુપાએલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org