Book Title: Sramana 1999 07
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૩ पउमचरित વડમારિ (સં. પતિમ) એ રામાયબપુરાણુ (સં. રામાવાપુનમ) નામે પણ જાણીતું છે. એમાં પા એટલે રામના ચરિત પર મહાકાવ્ય રચવાની સંસ્કૃત તથા પ્રાકૃત સાહિત્યની પરંપરાને સ્વયંભૂ અનુસરે છે. ૧૩મકમાં રજૂ થયેલું રામકથાનું જેન સ્વરૂપ વાલ્મીકિ રામાયણમાં મળતા બ્રાહ્મણ પરંપરા પ્રમાણેના વિરૂ૫(બંનેમાં આ પુરોગામી છે)થી અનેક અગત્યની બાબતમાં જુદું પડે છે. સ્વયંભૂરામાયણનો વિસ્તાર પુરાણની સ્પર્ધા કરે તેટલો છે. તે વિનાદર (સં. વિદ્યાપર), રાજ (સં. મોણા), સુંદર, (સં. યુ) અને ઉત્તર એમ પાંચ કાંડમાં વિભક્ત છે. આ દરેક કાંડ મર્યાદિત સંખ્યાના “સંધિ' નામના ખંડોમાં વહેંચાયેલો છે. પાંચે કાંડના બધા મળીને નેવું સંધિ છે. આ દરેક સંધિ પણ બારથી વીસ જેટલા “ક વક” નામના નાના સુગ્રથિત એકમોનો બનેલો છે. આ કડવા ( = પ્રાચીન ગુજરાતી સાહિત્યનું કરવું) નામ ધરાવતો પઘપરિચ્છેદ અપભ્રંશ અને અર્વાચીન ભારતીય-આર્યના પૂર્વકાલીન સાહિત્યની વિશિષ્ટતા છે. કથાપ્રધાન વસ્તુ ગૂંથવા માટે તે ઘણું જ અનુકૂળ છે. કવિ દેહ કોઈ માત્રા છંદમાં રચેલા સામાન્યતઃ આઠ પ્રાસબદ્ધ ચરણયુગ્મનો બનેલો હોય છે. કવકના આ મુખ્ય કલેવરમાં વર્ષ વિષયનો વિસ્તાર થાય છે, જ્યારે જરા ટૂંકા દમાં બાંધેલો ચાર ચરણનો અંતિમ ટુકડો વર્ષ વિષયનો ઉપસંહાર કરે છે કે વધારેમાં પછીના વિષયનું સૂચન કરે છે છે આવા વિશિષ્ટ બંધારણને કારણે અપભ્રંશ સંધિ શ્રોતાઓ સમક્ષ લયબદ્ધ રીતે પઠન કરાવાની કે ગીત રૂપે ગવાવાની ઘણી ક્ષમતા ધરાવે છે. પ૩મહિના નેવું સંધિમાંથી છેલ્લા આઠ સ્વયંભૂના જરા વધારે પડતા આત્મભાનવાળા પુત્ર ત્રિભુવનની રચના છે, કેમ કે કોઈ અજ્ઞાત કારણે સ્વયંભૂએ એ મહાકાવ્ય અધૂરું મૂકેલું. આ જ પ્રમાણે પોતાના પિતાનું બીજું મહાકાવ્ય દિમિર પૂરું કરવાનો યશ પણ ત્રિભુવનને ફાળે જાય છે અને તેણે મી૩િ(સં. નીવરિત) નામે એક સ્વતંત્ર કાવ્ય રચ્યું હોવાનો પણ ઉલ્લેખ છે. સ્વયંભૂએ પોતાના પુરોગામીઓના ઋણનો સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર કર્યો છે. મહાકાવ્યના સંધિબંધ માટે તે ચતુર્મુખથી અનુગ્રહીત હોવાનું જણાવે છે, જ્યારે વસ્તુ અને તેના કાવ્યાત્મક નિરૂપણ માટે તે આચાર્ય રવિણનો આભાર માને છે. મહિના કથાનક પૂરતો તે રવિણના સંસ્કૃત વરતિ કે જાપુ ( ઈ. સ. ૬૭૭–૭૮)ને પગલે પગલે ચાલે છે. તે એટલે સુધી કે મ ને પતિનો મુક્ત અને સંક્ષિપ્ત અપભ્રંશ અવતાર કહેવો હોય તો કહી શકાય. ને છતાયે સ્વયંભૂની મૌલિક્તા અને ઉચ્ચ પ્રતિની કવિત્વશક્તિનાં પ્રમાણ ૧૩મરિયમાં ઓછાં નથી. એક નિયમ તરીકે તે રવિણે આપેલા કથાનકના દોરને વળગી રહે છે અને આમેય એ કથાનક તેની નાની મોટી વિગતો સાથે પરંપરાથી રૂઢ થયેલું હોવાથી કથાવસ્તુ પૂરતો તો મૌલિક કલ્પના માટે કે સંવિધાનની દષ્ટિએ પરિવર્તન કે રૂપાંતર માટે ભાગ્યે જ કશો અવકાશ રહેતો. પણ શિલીની દષ્ટિએ કથાવસ્તુને શણગારવાની બાબતમાં, વર્ણન ને રસનિરૂપણની બાબતમાં, તેમજ મનગમતા પ્રસંગને બહેલાવવાની બાબતમાં, કવિને જોઈએ તેટલી ટ મળતી. આવી મર્યાદાથી બંધાયેલી હોવા છતાં સ્વયંભૂની સેક્સ લાદષ્ટિએ પ્રશસ્ય સિદ્ધિ મેળવી છે. પોતાની આચિત્યબુદ્ધિને અનુસરીને તે આધારભૂત સામગ્રીમાં કાપકૂપ કરે છે, તેને નવો ઘાટ આપે છે કે કદીક નિરાળો જ માર્ગ ગ્રહણ કરે છે. અપવાંસ કડવકનું સ્વરૂપ પ્રાચીન અવધિ સાહિત્યનાં સુલ પેમાખ્યાનક કાવ્યોમાં અને તુલસીદાસકૃત નરિમન જેવા કૃતિઓમાં ઉતરી આવ્યું છે. • રવિણનું પારિત પોતે પણ જૈન મહારાષ્ટ્રમાં રચાયેલા ઉમલરિકૂત કવલિ (સંભવતઃ ઈસવી ત્રણ શતાબ્દીના પલ્લવિત સંરક્ત છાયાનુવાદથી ભાગ્યે જ વિશેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200