Book Title: Sramana 1999 07
Author(s): Shivprasad
Publisher: Parshvanath Vidhyashram Varanasi

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૫ સમાવેશ થાય છે. લક્ષ્મણ, પદ્ય (= રામ) અને રાવણ એ આઠમા બલદેવ, વાસુદેવ ને પ્રતિવાસુદેવ તથા કૃષ્ણ, બલભદ્ર અને જરાસંધ એ નવમા ગણાય છે. આ ત્રેસઠ મહાપુરનો જીવનવૃત્તાંત આપતી રચનાઓ “મહાપુરાણ” અથવા “ત્રિષષ્ટિમહાપુર(કે- શલાકાપુરુ-)ચરિતાને નામે ઓળખાય છે. આમાં પહેલા તીર્થંકર ઋષભ અને પહેલા ચક્રવર્તી ભરતનાં ચરિતને વર્ણવતો આરંભનો અંશ આદિપુરાણ, અને બાકીના મહાપુરુષોનાં ચરિતવાળો અંશ “ઉત્તરપુરાણ” કહેવાય છે. મહાપુરાણ પુષ્પદન્ત પહેલાં પણ આ વિષય પર સરકૃતિ અને પ્રાકૃતમાં કેટલીક પઘકૃતિઓ રચાયેલી. પણ અપભ્રંશમાં પહેલવહેલાં એ વિષયનું મહાકાવ્ય બનાવનાર પુછપદન્ત હોવાનું જણાય છે. મહાપુરાણ કે તિસદ્દિકહાપરિસાદંર (સં. ત્રિષષ્ટિમાપુઠ્ઠ:) નામ ધરાવતી તેની એ મહાકૃતિમાં ૧૦૨ સંધિ છે, જેમાંથી પહેલા સાડત્રીશ સંધિ આદિપુરાણને અને બાકીના ઉત્તપુરાણને ફાળે જાય છે. પુષ્પદન્ત સ્થાનક પૂરતો જિનસેન-ગુણુભકૃત સંસ્કૃત, ત્રિદિમાપુપુરસંપ્રદ્ય (ઈસ. ૮૯૮ માં સમાપ્ત)ને અનુસરે છે. આ વિષયમાં પણ પ્રસંગો અને વિગતો સહિત કથાનકોનું સમગ્ર કલેવર પરંપરાથી રૂઢ થયેલું હતું, એટલે નિરૂપણમાં નાવિન્ય અને ચાતા લાવવા કવિને માત્ર પોતાની વર્ણનની અને લીસજાવટની શક્તિઓ પર જ આધાર રાખવાનો રહેતો. વિષયો કથનાત્મક સ્વરૂપના ને પરાણિક હોવા છતાં જેન અપભ્રંશ કવિઓ તેમના નિરૂપણમાં પ્રશિષ્ટ સંસ્કૃતના આલંકારિક મહાકાવ્યની પરંપરા અપનાવે છે અને આછોપાતળા કથાનક કલેવરને અલંકાર, છંદને પાંડિત્યના ઠેરથી ચઢાવેબઢાવે છે તેનું એક કારણ આ પણ છે. રિમિત્તિમાં સ્વયંભૂ આપણને કહે છે કે કાવ્યરચના કરવા માટે તેને વ્યાકરણ ઈ દીધું, રસ ભરતે, વિસ્તાર વ્યાસે, છંદ પિંગલે, અલંકાર ભામહ અને દંડીએ, અક્ષરડંબર બાણે, નિપુણત્વ શ્રીદે અને છડુણી, દ્વિપદીને ધ્રુવકથી મંતિ પદ્ધકિા ચતુર્મુખે. પુષ્પદન્ત પણ પરોક્ષ રીતે આવું જ કહે છે, વિદ્યાનાં બીજાં કેટલાંક ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવાં થોડાંક નામો ઉમેરે છે અને એવી ઘોષણા કરે છે કે પોતાના માપુરાણમાં પ્રાકૃતલક્ષણ, સકલ નંતિ, છંદોભંગી, અલંકારો, વિવિધ રસો તથા તત્વાર્થનો નિર્ણય મળશે. સંસ્કૃત મહાકાવ્યનો આદર્શ સામે રાખી તેની પ્રેરણાથી રચાયેલાં અપભ્રંશ મહાકાવ્યોનું સાચું બળ વસ્તુના ચિત્ય કે સંવિધાન કરતાં વિશેષ તો તેના વર્ણન કે નિરૂપણમાં રહેલું છે. સ્વયંભૂની તુલનામાં પુષ્પદન્ત અલંકારની સમૃદ્ધિ, છંદોવિધ્ય અને વ્યુત્પત્તિ ઉપર વિશેષ આધાર રાખે છે. છંદોભેદની વિપુલતા તથા સંધિ અને કાવની દીર્ઘતા પુષ્પદનના સમય સુધીમાં સંધિબંધનું સ્વરૂપાકાંઈક વધુ સંકુલ થયું હોવાની સુચક છે. મહાપુ ના ચોથા, બારમા, સત્તરમા, છંતાળીસમા, બાવનમા ઈત્યાદિ સંધિઓના કેટલાક અંશો પુષ્પદન્તની અસામાન્ય કવિત્વશક્તિનાં ઉત્તમ ઉદાહરણ તરીકે ટાંકી શકાય. મરાપુરાણ ના ૬૯થી ૭૯ સંધિમાં રામાયણની કથાનો સંક્ષેપ અપાયો છે, ૮૧થી ૯૨ સંધિ જન હરિવંશ આપે છે, જ્યારે અંતિમ અંશમાં ત્રેવીસમા તથા ચોવીસમા તીર્થંકર પાર્શ્વ અને મહાવીરનાં ચરિત છે. ચરિતકાવ્ય પુછપદન્તનાં બીજાં બે કાવ્ય, મારવરિ૩ (સં. નકુમારરિતમ્) અને વસવારિક (સં. યશોરરિતમ્) પરથી જોઈ શકાય છે કે વિશાળ પરાણિક વિષયો ઉપરાંત જૈન પુરાણ, અનુશ્રુતિ કે પરંપરાગત ઇતિહાસની પ્રસિદ્ધ વ્યક્તિઓનાં બોધક જીવનચરિત આપવા માટે પણ સંધિબંધ વપરાતો. વિસ્તાર અને નિરૂપણની દૃષ્ટિએ આ ચરિતકાવ્યો કે કથાકાવ્યો સંત મહાકાવ્યોની પ્રતિકૃતિ જેવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200