________________
૧૩૬
ઈ. સ. પૂર્વે બે હજાર વરસ કરતાં ય વિશેષ પ્રાચીન આપણી ભારતયુરોપીય આર્ય ભાષાનો નમૂનો એક સંસ્કૃત અર્વાચીન વાક્ય દ્વારા આ રીતે બતાવી શકાય ઃ
હરિશ્ચન્દ્રસ્ય પિતા અશ્વસ્ય ઉપરિસ્થિતઃ ગચ્છન્ પશ્ચ વૃકાન જાન. આ વાક્યનું બે હજાર વરસ કરતાંય પહેલાંના સમયનું ઉચ્ચારણ આમ કલ્પી શકાય ઃ
ઝરિકન્ત્રાસ્યા પઅતસ્ અસ્વારયા ઉપર થમતોત્ ગન્થ્રાસ્ પ બ્લુકાસ્ ધંધાન
એ જ રીતે ઋગ્વેદના પ્રથમ તનું તથા ગાયત્રી મંત્રનું ભારત-ઈરાની આર્ય ભાષામાં જે જુદું ઉચ્ચારણ થાય છે તેને નીચે દર્શાવેલો નમૂનો આ પ્રમાણે બતાવે છે :
ઋગ્વેદ અગ્નિમ્ ઈ 3 પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ્ ઋત્વિજન્ હોતારમાં રત્નધાતમમ ગાયત્રી મંત્ર તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ઈરાની આર્યભાષા અગ્નિમ્ ઈઝદઈ પુર×ધિતમ યસ્ન દઈવમ્ ઋત્વિશમ્
૯ઉતારમ રત્નધાતમમ
ઈરાની આર્યભાષા તત્સવિતુ× ઉવરનિઅમ ભર્ગઝવસ્ય ધીમધિ ધિય યગ્ નસ્ પ્રચઉદયાત્
નવ્ય ભારતીય ભાષાઓના વિકાસમાં જે પ્રાકૃત ભાષાએ ઘણો મોટો ફાળો આપેલ છે તે પ્રાકૃત ભાષાનું સૌથી પ્રાચીનતમ રૂપ આદિમભારતયુરોપીય ભાષા પછી તેનું બીજું રૂપ ભારત-ઈરાની આર્ય ભાષા અને પછી તેની ત્રીજી ભૂમિકા તે ભારતીય આર્ય ભાષા અને આ પછી આવી પ્રાકૃતની પોતાની ભૂમિકા. આ પ્રાકૃતની ઉત્તર ભૂમિકાઓ તરીકે ત્યારપછીની મધ્ય યુગની વિવિધ પ્રાકૃતો, અપભ્રંશો અને બાદ વર્તમાન હિંદી, મરાઠી, બંગાળી, ગુજરાતી, સિંધી, પંજાબી, ઉડિયા વગેરે ભાષાઓ અને તેમની જુદી જુદી બોલીઓ.
હવે પ્રાકૃત ભાષાનાં પ્રાદુર્ભાવક બળોનો વિચાર કરી વર્તમાન ભારતીય નવ્ય ભાષાઓના વિકાસમાં તેના મહત્ત્વના ફાળા વિશે પણ જાણી લઈ એ.
Jain Education International
વેદોને વા ખીજાં ધર્મશાસ્ત્રોને ભણવાભણાવવાનો અધિકાર એક માત્ર વિપ્રપુરોહિતવર્ગને જ હતો, આમજનતાને તેમના સંપર્કમાં આવતી અટકાવેલી હોવાથી આમજનતાનાં ઉચ્ચારણો પુરોહિતો જેવાં ન રહે એ સ્વાભાવિક છે. એક તો પુરોહિતો ભણેલા અને વળી તેમનો ઉચ્ચારણો કરવાનો વિશેષ મહાવરો હોવાથી તેઓ અભ્યાસ અને પાના બળે જડમાંતોઙ ઉચ્ચારણો પણ કરી શકતા ત્યારે આમજનતાને એવો મહાવરો મુદ્લ નહીં અને અભ્યાસ કે પાનો તો મોકો ન જ મળતો હોવાથી તેઓની પુરોહિતોનાં જેવાં ઉચ્ચારણો કરવાની ટેવ ન પડી તેમ ન ટકી એટલે આમજનતાનાં અને વિપ્ર–પુરોહિતવર્ગનાં ઉચ્ચારણો વચ્ચે ક્રૂરક પડી ગયેલા. વિપ્રની ભાષામાં કહીએ તો તે પોતાનાં ઉચ્ચારણોને સંસ્કૃત માનતો અને આમજનતાનાં ઉચ્ચારણોને પ્રાકૃત સમજતો, આ ઉપરાંત વેદોનાં સૂકતો ગ્રંથસ્થ થઈ ગયાં એટલે તેની ભાષા વહેતી નદીની જેવી મરીને નહીં વહેતા ખાબોચિયા જેવી થઈ ગઈ. આ પરિસ્થિતિને લીધે હવે તે બંધાઈ ગયેલી ભાષાનો વિકાસ થતો અટકી પડ્યો અને આમજનતાની વહેતી જીવતી ભાષા તો વિકસવા માંડી.જી રીતે કહીએ તો જ્યારથી વેદોની ભાષા બંધાઈ ગઈ, જકડાઈ ગઈ અને વહેતી અટકી પડી ત્યારથી પ્રાચીન સમયથી ચાલ્યાં આવતાં આમજનતાનાં પ્રાકૃતોને પ્રકાશમાં આવવાનો અને ઉત્તરોત્તર વિકાસ પામવાનો અવસર મળી ગયો.
For Private & Personal Use Only
www.jainelibrary.org